Homeગુર્જર નગરી“આ ઉંમર ભણવાની છે પ્રેમ કરવાની નહીં”, પિતાએ ઠપકો આપ્યો તો સગીર...

“આ ઉંમર ભણવાની છે પ્રેમ કરવાની નહીં”, પિતાએ ઠપકો આપ્યો તો સગીર પુત્રએ આત્મહત્યા કરી લીધી

Team Chabuk-Gujarat Desk: અમદાવાદમાં વધુ એક સગીરે જીવન ટૂંકાવી લીધુ. મળતી માહિતી મુજબ આત્મહત્યા કરનારો સગીર પોલીસનો પુત્ર હતો. રાણીપ પોલીસે આ મુદ્દે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

અમદાવાદનાં રાણીપ વિસ્તારની આ ઘટના છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, સગીરને પ્રેમિકા બાબતે ઠપકો આપતા તેણે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધુ હતું. સગીરના પિતાએ અભ્યાસ પર ધ્યાન આપવાનું કહી પ્રેમમાં પડવા મનાઈ કરતા જ્યારે પરિવાર બહાર ફરવા ગયો ત્યારે સગીર પુત્રએ ગળેફાંસો ખાધો હતો.

અમદાવાદનાં રાણીપ વિસ્તારમાં આવેલા ગાંધી આશ્રમ નજીક આવેલ કેવલ નિવાસમાં આ ઘટના બની હતી. સોમવારે બપોરનાં સમયે અમદાવાદનાં રાણીપ પોલીસ સ્ટેશનમાં એક કોલ આવ્યો હતો કે કોઈ નીલ પાટીલ નામના સગીરે ગળે દુપટ્ટો બાંધીને આત્મહત્યા કરી લીધી છે. આ મેસેજ મળતાની સાથે કેવલ નિવાસે પોલીસ પહોંચી ગઈ  અને પ્રાથમિક તપાસ શરુ કરી હતી. જેમાં માતા-પિતાની ગેરહાજરીમાં નિલ પાટીલ નામના સગીરે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યુ હતું.

પોલીસે ઘટના સ્થળ પહોંચી FSLને જાણ કરી નીલ પાટીલનો મૃતદેહ નીચે ઉતારી પ્રાથમિક તપાસ શરુ કરી હતી, તો જાણવા મળ્યું હતું કે મૃતક સગીર નીલ પાટીલનાં માતા-પિતા ઉત્તરાખંડ ફરવા માટે ગયા હતા. ત્યારે જ રાણીપ પોલીસનાં ઇન્વેસ્ટિગેશન ટીમે ટેલિફોનિક વાત કરી હતી ત્યારે માતા-પિતા એ જણાવ્યું હતું કે દીકરો નીલ પાટીલ એ ડિપ્લોમામાં અભ્યાસ કરતો હતો અને સાથે જ અભ્યાસ કરતી એક સગીરા સાથે પ્રેમમાં હતો

જેને લઇને પિતાએ થોડા દિવસો અગાઉ જણાવ્યું હતું કે હાલ આ સમય અભ્યાસ કરવાનો છે પ્રેમ કરવાનો નહી અને બસ આ જ વાત દીકરા નીલ પાટીલને લાગી આવી હતી જેને લઇને તેણે મોતને પસંદ કર્યું હોવાનું રાણીપ PI જે બી ખાંભલાએ જણાવ્યું છે. 

પોલીસનું કહેવું છે કે હાલ પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે સગીર મૃતકના પિતા ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. ત્યારે પોલીસે તપાસ શરુ કરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments