Team Chbuk-Gujarat Desk: સુરતની તાપી નદીની જેમ અમદાવાદની સાબરમતી નદી પણ હવે આત્મહત્યા માટેનું નવું સ્થાન બની ગઈ હોય એવું લાગે છે. ઉપરા છાપરી બીજા દિવસે એક યુવકે આત્મહત્યા કરવા માટે નદીમાં છલાંગ લગાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે રાહદારીઓની સમયસૂચકતા અને ફાયર સ્ટાફના કારણે આ યુવક પોતાનો જીવ હોમી દે એ પહેલા તેને બચાવી લેવામાં આવ્યો હતો.
28 વર્ષની એક વ્યક્તિ ગાંધીબ્રિજ પર બપોરના દોઢ વાગ્યાની આસપાસ રેલિંગ ક્રોસ કરી કોઈ અગમ્ય કારણોસર આત્મહત્યા કરવા માટે જઈ રહી હતી. બ્રિજ પરથી તેણે રેલિંગ ક્રોસ કરતા આસપાસના વ્યક્તિઓ તેને જોઈ ગયા હતા અને એકઠા થયા હતા. પરંતુ યુવકને ખેંચી શકાય તેમ નહોતો. જેથી યુવકને ઝાડીમાંથી પકડી રાખવામાં આવ્યો હતો.
ફાયર વિભાગને જાણ કરવામાં આવતા તેનો કાફલો અને બાદમાં રિવર રેસક્યૂ ટીમ પણ જો યુવક નીચે પડી જાય તો પકડવા માટે આવી પહોંચી હતી. યુવાનને ફાયર વિભાગના જવાનોએ સમજાવ્યો હતો અને તેની કમરે દોરડું બાંધ્યું હતું. ફાયર વિભાગના એક જવાને રેલિંગ ક્રોસ કરી હતી અને યુવકને ઊંચો કરી રેલિંગ ક્રોસ કરાવી તેનો જીવ બચાવ્યો હતો. બાદમાં આ યુવકને નવરંગપુરા પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. જોકે યુવકની આત્મહત્યા પાછળનું કારણ શું તેની વિગતો સામે નથી આવી.
આવો જ એક બનાવ પરમદિવસે પણ બન્યો હતો. ગુલબાઈ ટેકરા નજીક આવેલા એક યુવાને આર્થિક સંકડામણના કારણે નદીમાં કૂદવા આવ્યો હતો. ફાયર વિભાગના જવાનોની સમયસૂચકતાના કારણે તેનો જીવ પણ બચી ગયો હતો. જોકે હવે સતત બીજા દિવસે આત્મહત્યાનો બનાવ બનતા બનતા રહી જતાં લોકો આશ્ચર્યમાં મૂકાયા છે. આ અગાઉ પણ સાબરમતીમાં કૂદી મરણને શરણ થવાના અઢળક બનાવો બનતા આવ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત