Homeગામનાં ચોરેબિહારની RRB NTPCની પરીક્ષા મામલે ખાન સર પર શું આરોપ લાગ્યા છે?

બિહારની RRB NTPCની પરીક્ષા મામલે ખાન સર પર શું આરોપ લાગ્યા છે?

Team Chabuk-National Desk: બિહારમાં આરઆરબી એનટીપીસી રિઝલ્ટને લઈ યુવાનો સતત વિરોધ નોંધાવી રહ્યા છે. એવામાં બિહારની રાજધાની પટણામાં કોચિંગ ક્લાસ ચલાવતા ખાન સર અને અન્ય કેટલાય કોચિંગ સંચાલકોની વિરૂદ્ધ એફઆઈઆર દાખલ થઈ છે. પટણાના પત્રકાર નગર વિસ્તારની પોલીસે સોમવાર અને મંગળવારે થયેલી હિંસામાં કેટલાક આંદોલનકારી વિદ્યાર્થીઓની ધરપકડ કરી હતી.

અધિકારીઓના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલા વિદ્યાર્થીઓનું કહેવું છે કે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થયો હતો. જેનાથી તેમને હિંસા કરવાનું પોરસ મળ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર આ વીડિયોમાં ખાન સર કથિત રીતે RRB NTPCની પરીક્ષા રદ્દ ન થવા પર વિદ્યાર્થીઓને રસ્તા પર ઉતરવા અને આંદોલન કરવા માટે ઉત્તેજીત કરી રહ્યા છે. વિદ્યાર્થીઓના આ નિવેદનના આધાર પર ખાન સર અને પટનાના અન્ય કેટલાય કોચિંગ ક્લાસિસના સંચાલકોની વિરૂદ્ધ કેસ ફાઈલ કરવામાં આવ્યો છે. આ કેસમાં ષડયંત્ર હેઠળ ભીડ એકત્રિત કરવી, પોલીસકર્મીઓને અપમાનિત કરવા, તોડફોન કરવી અને પ્રવાસને બાધિત કરવા સહિતની કલમો નોંધાઈ છે.

ખાન સરે શું કહ્યું ?

પટના પોલીસ દ્વારા FIR નોંધાયાના કેટલાક કલાકો પહેલા મીડિયા સાથેની વાતચીતમાં ખાન સરે વિદ્યાર્થીઓની ઉશ્કેરણી કરવાના આરોપને નકાર્યા હતા. આંદોલનને ભડકાવવાના આરોપ પર ખાન સરે કહ્યું હતું કે, ‘આ ખોટી વાત કહેવામાં આવી રહી છે, કેટલાક એવા સ્વતંત્ર યુટ્યૂબર છે, જે કંઈ પણ આરોપ લગાવે છે… અમે તો ખૂદ છોકરાઓને આંદોલનથી રોકી રહ્યા હતા. જયપુરના છોકરાઓ બોલી રહ્યા હતા કે 26મી જાન્યુઆરીના રોજ આંદોલન કરીશું, પણ અમે સૌને મનાઈ ફરમાવી કે 26મી જાન્યુઆરીએ આંદોલન ન કરવું. અને જો અમે ભડકાવી રહ્યા છીએ, તો જ્યારે અમે ચૂપ થઈ જઈએ છીએ તો આંદોલન પણ સમાપ્ત થઈ જવું જોઈએ. વિદ્યાર્થીઓ સાથે વાત કરવા રાજેન્દ્ર નગરના ડીએમ પણ ગયા હતા. તેમનું ખૂદનું એવું નિવેદન છે કે આંદોલન કોઈ નેતૃત્વ વીના ચાલી રહ્યું છે.’

ઘટના શું છે?

RRBની તરફથી NTPC CBT-1 પરીક્ષાનું રિઝલ્ટ 14 અને 15 જાન્યુઆરી 2022ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. આ પરિણામના આધાર પર CBT-2 અર્થાત્ બીજા ચરણની પરીક્ષા માટે ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા. પરંતુ કેટલાય વિદ્યાર્થીઓનો આરોપ છે કે NTPC CBT-1ના પરિણામમાં ગોટાળો થયો છે. જેને લઈ બિહારના કેટલાય જિલ્લાના વિદ્યાર્થીઓ RRB વિરૂદ્ધ ઉગ્ર પ્રદર્શન કરી રહ્યા છે. વિદ્યાર્થીઓએ બિહારના આરામાં કથિત રીતે એક પેસેન્જર ટ્રેનમાં આગ ચાંપી દીધી હતી અને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. પટનામાં રેલવેના એક સર્વિસ એન્જિનને આગને હવાલે કરી દીધો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments