Team Chabuk-Gujarat Desk: અમદાવાદના બાપુનગરમાં પૂરપાટ વેગે આવી રહેલી એક કાર ડિવાઈડરની સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કાર ત્રણ વખત પલટી મારી ગઈ હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. કાર ડિવાઈડર સાથે અથડાયા બાદ રોંગ સાઈડમાં આવી જાય છે. અહીં એક એક્ટિવા ચાલક હોય છે. સદનસીબે તેનો જીવ બચી જાય છે. આ ઘટનાની ટ્રાફિક પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. જેમાં ખાસ એ તપાસ કરશે કે કાર ચાલક દારૂ પીધેલો હતો કે નહીં.
અમદાવાદના બાપુનગરના હીરાવાડી તરફના રસ્તે પૂરપાટ વેગે પસાર થયેલી કાર જે ધડાકાભેર ડિવાઈડર સાથે અથડાઈ હતી તેની ઝડપ 100ની આસપાસ હોવાનું અનુમાન લગાવાવમાં આવી રહ્યું છે. કારનો ડ્રાઈવર એટલી ઝડપથી કાર હંકારી રહ્યો હતો કે તેણે દારૂ પીધો હોવાની શંકા સેવવવામાં આવી રહી છે. જો આ કારની આડે કોઈ આવ્યું હોય તો નક્કી કાં તો તેને ગંભીરમાં ગંભીર ઈજા પહોંચેત અથવા તો તેનું મૃત્યુ થાત. પોલીસે પણ બેદરકારીપૂર્વક કાર ચલાવી લોકોના જીવ તાળવે ચોંટાડી દેનારા કાર ચાલકની તપાસ શરૂ કરી છે.
કારની ઝડપની ભયાનકતા એ વાક્ય પરથી જ તારવી શકાય કે, તે ડિવાઈડર સાથે અથડાયા બાદ સીધી રોંગ સાઈડમાં આવી ગઈ હતી. આ સમયે એક્ટિવા પર ત્રણ લોકો પસાર થઈ રહ્યા હતા. જેમાં એક બાળક પણ હતું. ફક્ત ત્રણ સેકન્ડ મોડા હોવાના કારણે તેમનો જીવ બચી ગયો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત