Homeતાપણુંબજેટ સત્રની શરૂઆત પહેલા PM મોદીએ શું કહ્યું?

બજેટ સત્રની શરૂઆત પહેલા PM મોદીએ શું કહ્યું?

Team Chabuk-Political Desk: આજથી કેન્દ્રીય બજેટ સત્રની શરૂઆત થઈ છે. બજેટ સત્રની શરૂઆત પહેલા સંસદ પરિસરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મીડિયા સાથે વાતચીત કરી હતી. વડાપ્રધાન મોદીએ પત્રકારો સાથેના વાર્તાલાપમાં જણાવ્યું કે, આ બજેટ સત્ર સાંસદોની વાતચીત, સંસદમાં ચર્ચાના મુદ્દા, ખુલ્લા મને કરેલી ચર્ચા, વિશ્વમાં અલગ પ્રભાવ પાડવાનો અવસર બની શકે છે. હું આશા રાખું છું કે બધા સાંસદો અને પક્ષો ખુલ્લા મને ખુબ સારી ચર્ચા કરી દેશને પ્રગતિના રસ્તા ઉપર લઈ જવામાં મદદ કરશે.

ભારત માટે મોટી તક

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે બધા સભ્યોનું બજેટ સત્રમાં સ્વાગત કરૂ છું. આજની પરિસ્થિતિમાં ભારત માટે ખૂબ વૈશ્વિક અવસરો રહ્યા છે. આ બજેટ સત્ર વિશ્વમાં ભારતની આર્થિક પ્રગતિ, ભારતમાં વેક્સીનેશન અભિયાન અને ભારત દેશમાં શોધવામાં આવેલી વેક્સીને દુનિયામાં એક વિશ્વાસ પેદા કર્યો છે. વડાપ્રધાને કહ્યું કે આ બજેટ સત્ર સાંસદોની વાતચીત, સંસદમાં ચર્ચાના મુદ્દા, ખુલ્લા મને કરેલી ચર્ચા, વિશ્વમાં અલગ પ્રભાવ પાડવાનો અવસર બની શકે છે. હું આશા રાખું છું કે બધા સાંસદો અને પક્ષો ખુલ્લા મને ખુબ સારી ચર્ચા કરી દેશને પ્રગતિના રસ્તા ઉપર લઈ જવામાં મદદ કરશે.

ચૂંટણીની સત્રમાં અસર થવાની સંભાવના

વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ વાત સાચી છે કે ચૂંટણીના કારણે બજેટ સત્ર પર અસર થવાની શકયતા છે. તેની અસર સત્રમાં ચર્ચાઓ પર થશે. પરંતુ બધા સભ્યોને વિનંતિ કરૂં છું કે ચૂંટણી પોતાની જગ્યાએ છે. ચૂંટણીઓ તો આવતી રહેશે. બજેટ સત્ર એક રીતે આખું વર્ષ અસર કરે છે માટે ખુબ મહત્વનું છે. આ માટે બજેટ સત્ર જેટલું ફળદાયી રહેશે એટલું આવતું વર્ષ દેશને નવી આર્થિક ઊંચાઇઓ પર લઈ જવામાં મદદ કરશે. માટે ખુલ્લા મને ચર્ચા થાય. માનવીય સંવેદનાઓ સાથે ચર્ચા થાય અને ખૂબ સારા હેતુથી જ થાય એવી અપેક્ષા સાથે બધાનો ખુબ ખુબ આભાર.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments