Homeગુર્જર નગરીકિશન ભરવાડ હત્યા કેસઃ કરણી સેના મેદાને, દોષિતોનું એન્કાઉન્ટર કરવા અથવા ફાંસી...

કિશન ભરવાડ હત્યા કેસઃ કરણી સેના મેદાને, દોષિતોનું એન્કાઉન્ટર કરવા અથવા ફાંસી આપવા કરી માગ

Team Chabuk-Gujarat Desk: ધંધુકાના કિશન ભરવાડની હત્યાના મામલામાં કરણી સેના પણ મેદાનમાં ઉતરી છે. કરણી સેનાએ કિશન ભરવાડના હત્યા કેસમાં દોષિતોનું જાહેરમાં એન્કાઉન્ટર કરવાની અથવા ફાંસી આપવાની માગણી કરી છે.

કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાત એકમના પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવત કિશન ભરવાડના પરિવારને મળવા ગયા હતા. આ મુલાકાત દરમિયાન ઉતારવામાં આવેલો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તેઓ કિશન ભરવાડના હત્યારાઓને ફાંસી આપવાની માગ કરી રહ્યા છે.

આ સાથે તેમણે આરોપીઓ અને ષડયંત્રકારોને સંભળાવતા એમ પણ કહ્યું કે ‘હિન્દુસ્તાન આપણું છે. જેને આવું કરવું હોય તે પાકિસ્તાન ચાલ્યા જાય’ તેમણે સરકાર પાસે પણ માગ કરી છે કે ‘હત્યારાઓને ઝડપી ફાંસી આપો. જો ફાંસી નહીં મળે તો ગુજરાત અને ભારત બંધનું એલાન અપાશે.’ આ વાઈરલ વીડિયો સંદર્ભે દિવ્ય ભાસ્કરે રાજ શેખાવત સાથે ખાસ વાતચીત કરી છે.

આ તરફ વડોદરામાં કરણીસેનાએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને દોષિતોનું એન્કાઉન્ટર કરવાની માગણી કરી હતી. તો વડોદરામાં રહેતા કિશનના સસરા અને સાળાએ પણ કિશનના હત્યારાઓને ફાંસી આપવા માગણી કરી છે. કિશનના સસરાએ કહ્યું કે, અમારી માગણી છે કે, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી આરોપીને ફાંસીની સાજા આપવામાં આવે.

કિશન ભરવાડ હત્યા કેસમાં અત્યાર સુધીમાં અત્યાર સુધીમાં બે મૌલવી, બે શૂટર અને એક ગન સપ્લાયર સહિત કુલ 5ની ધરપકડ કરવામાં આવી છે. હાલ આ કેસમાં ATS તપાસ કરી રહી છે. અત્યાર સુધીમાં હત્યાના ષડયંત્રમાં પાકિસ્તાન સુધીનું કનેક્શન સામે આવ્યું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments