Homeગુર્જર નગરીકિશન ભરવાડ હત્યા કેસમાં પાકિસ્તાનના સંગઠનનું કનેક્શન ખુલ્યું, ઝડપાયેલો મૌલાના હતો સંપર્કમાં

કિશન ભરવાડ હત્યા કેસમાં પાકિસ્તાનના સંગઠનનું કનેક્શન ખુલ્યું, ઝડપાયેલો મૌલાના હતો સંપર્કમાં

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં ચર્ચિત બનેલા ધંધુકાના કિશન ભરવાડની હત્યા મામલે નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. આ ઘટનાથી સમગ્ર રાજ્યમાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાને લઈને ઠેર ઠેર આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે આ ઘટનામાં ઝડપાયેલા મૌલવીઓનું કનેક્શન પાકિસ્તાન સાથે હોવાનો ઘટસ્ફોટ થયો છે. કિશન ભરવાડની ફાયરિંગ કરીને હત્યા કરવા મામલે પાકિસ્તાનના દાવત-એ-ઈસ્લામી સંગઠનની સંડોવણી હોવાનું સામે આવ્યું છે. દિલ્હીથી ઝડપાયેલા મૌલાનાની પુછપરછ દરમિયાન પાકિસ્તાનના દાવત-એ-ઈસ્લામી સંગઠનનું નામ સામે આવ્યું છે.

કટ્ટરતાવાદી મૌલાના કમરગની ઉસ્માની પાકિસ્તાના કરાચીમાં આવેલા હેડક્વોર્ટર દાવત-એ-ઇસ્લામી સંગઠન સાથે જોડાયો હતો. મહત્વનું છે કે, પાકિસ્તાનની દાવત-એ-ઇસ્લામી સંસ્થા અમદાવાદ, ગુજરાત સહિત દેશ અને દુનિયામાં ઇસ્લામિક એજ્યુકેશન ઇન્સ્ટીટ્યુટ ચલાવે છે. ઇન્સ્ટિટ્યૂટની આડમાં યુવાઓનું બ્રેનવોશ કરીને તેમને હિંસક બનાવી રહ્યા છે. કમરગની ઉસ્માનીએ છેલ્લા 6 મહિનાથી ગુજરાતના અલગ અલગ શહેરોની મુલાકાત લીધી હતી. ગજવા-એ-હિંદ નામનો ભારત વિરોધી પાકિસ્તાની એજન્ડાને લઈને મૌલાના કામ કરે છે.

ત્રિપુરામાં થયેલી હિંસક બબાલમાં પણ મૌલાના કમરગની ઉસ્માનીની સંડોવણી સામે આવતા તેની ધરપકડ કરાઈ હતી. કમલેશ તિવારીની હત્યા કેસ મામલે પણ એટીએસ મૌલાનાની પુછપરછ કરશે. પાકિસ્તાનના કેટલાક આંતકીઓ સાથે મૌલાના કમરગની ઉસ્માનીની સંડોવણી હોવાનું સ્પષ્ટ થયું છે. 

દાવત-એ-ઇસ્લામી વિશે વિગતે વાત કરીએ તો, તેની શૈક્ષણિક સંસ્થાઓ ગુજરાતમાં પણ છે. ગુજરાતના અનેક શહેરોમાં દાવત-એ-ઇસ્લામીની શાળાઓ આવેલી છે. એટલું જ નહીં દેશ અને દુનિયામાં પણ અનેક જગ્યાએ શાળાઓ ચાલે છે. જેમાં શિક્ષણના નામે યુવાનોના બ્રેઇનવોશનું કૃત્ય કરવામાં આવી રહ્યું છે. કમર ગની 6 મહિના ગુજરાતના અનેક શહેરોમાં ફર્યો હતો. ગજવા-એ-હિંદના એજન્ડા પર મૌલાના ગની કામ કરતો હતો. પાકિસ્તાની એજન્ડાને પુરા કરવા મૌલાના ગની પ્રયત્ન કરતો હતો.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments