Homeગામનાં ચોરેરાષ્ટ્રપતિએ સંસદની સંયુક્ત બેઠકમાં શું કહ્યું જાણો

રાષ્ટ્રપતિએ સંસદની સંયુક્ત બેઠકમાં શું કહ્યું જાણો

Team Chabuk-National Desk: આજથી સંસદમાં બજેટ સત્રની શરૂઆત થઈ છે. બજેટ સત્રની શરૂઆતમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંસદના બે ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધી હતી. રાષ્ટ્રપતિએ તેમના સંબોધનમાં, ગરીબ પરિવારોને મફત રાશન આપવા માટે કેન્દ્ર દ્વારા લેવામાં આવેલી વિવિધ પહેલો પર પ્રકાશ પાડ્યો હતો. આ ઉપરાંત, તેમણે અનાજના વિક્રમી ઉત્પાદનના પરિણામે થયેલી રેકોર્ડ ખરીદીનો પણ ઉલ્લેખ કર્યો હતો.

કોઈ ભૂખ્યું ન રહે તેનું ધ્યાન રાખ્યું

રાષ્ટ્રપતિએ સંસદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, કેટલાક મોટા દેશોએ કોરોના સંકટ દરમિયાન અનાજની અછત અનુભવી છે અને ભૂખમરાનો સામનો કરવો પડ્યો છે. પરંતુ ભારત સરકારે એ સુનિશ્ચિત કર્યું કે 100 વર્ષમાં સૌથી ખરાબ રોગચાળા દરમિયાન કોઈ ભૂખ્યું ન રહે. મારી સરકાર પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ દરેક ગરીબ પરિવારને દર મહિને મફત રાશન આપી રહી છે. 19 મહિના માટે 80 કરોડ લાભાર્થીઓ સુધી પહોંચવા માટે રૂપિયા બે લાખ 60 હજાર કરોડના ખર્ચ સાથેનો આ વિશ્વનો સૌથી મોટો અન્ન વિતરણ કાર્યક્રમ છે. તેમણે કહ્યું કે, હાલના સંજોગો પ્રત્યે સંપૂર્ણ સંવેદનશીલ હોવાથી સરકારે આ યોજનાને માર્ચ 2022 સુધી લંબાવી છે.

ખેડૂતોએ અનાજનું જંગી ઉત્પાદ કર્યું

મારી સરકાર ખેડૂતો અને દેશના ગ્રામીણ અર્થતંત્રને સશક્ત બનાવવા માટે સતત કામ કરી રહી છે. રોગચાળો હોવા છતાં, આપણા ખેડૂતોએ 2020-21માં 30 કરોડ ટનથી વધુ અનાજ અને 33 કરોડ ટન બાગાયતી પેદાશોનું ઉત્પાદન કર્યું હતું. સરકારે પણ રેકોર્ડ ખરીદી કરી હતી. સરકારે રવિ સિઝન દરમિયાન 433 લાખ મેટ્રિક ટન ઘઉંની ખરીદી કરી હતી જેનાથી લગભગ 50 લાખ ખેડૂતોને ફાયદો થયો હતો. ખરીફ સિઝન દરમિયાન લગભગ 900 લાખ મેટ્રિક ટન ડાંગરની વિક્રમજનક માત્રામાં ખરીદી કરવામાં આવી હતી, જેનાથી 1 કરોડ 30 લાખ ખેડૂતોને ફાયદો થયો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments