Homeગુર્જર નગરીઆ તારીખથી ગુજરાતમાં હજુ ભારે ઠંડીનો ચમકારો દેખાશે

આ તારીખથી ગુજરાતમાં હજુ ભારે ઠંડીનો ચમકારો દેખાશે

Team Chabuk-Gujarat Desk: ગઈકાલે ગુજરાતમાં ઠંડીનો ચમકારો ફરી દેખાયો હતો. વહેલી સવારમાં વાદળછાયા વાતાવરણની વચ્ચે ધુમ્મસે સવારના અગિયાર વાગ્યા સુધી સફેદ ચાદર પાથરી દીધી હતી. અમદાવાદ જેવા મહાનગરની ઊંચી ઈમારતો ધુમ્મસના આવરણ નીચે ઢંકાઈ ગઈ હતી. ઉપરથી ઓસની બુંદોના કારણે ચોમાસા જેવી સ્થિતિ પણ આવી પડી હતી. એવામાં ગુજરાતીજનો જો એમ માનતા હોય કે શિયાળાએ વિદાય લઈ લીધી છે તો એ ખોટા છે. શિયાળાનો હજુ એક રાઉન્ડ આવવાનો બાકી છે.

ઠંડી ગઈ નથી

ગુજરાતના હવામાન વિભાગ દ્વારા ઠંડીની આગાહી કરી દેવામાં આવી છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં પાંચ દિવસ સુધી વાતાવરણ સૂકું રહશે, તો તાપમાનમાં બેથી પાંચ ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાશે. એવામાં આવતીકાલે ત્રણ ફેબ્રુઆરીના રોજ કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે ઠંડી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

સાવચેત રહેવાની આવશ્યકતા

રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી વાતાવરણ પરિવર્તનની મૌસમ ચાલતી હોય તેવું લાગે છે. શિયાળામાં એક સાથે ત્રિવિધ ઋતુના દર્શન થઈ ગયા. જેમાં સાથે બોનસ રૂપે ત્રણ વર્ષથી ચાલતી કોરોના મહામારી પણ હતી. હતી શું હજુ છે. આ શિયાળામાં બીમારીના ખાટલા પણ એટલા જ રહ્યા. મહામારીના કારણે તો ખરી જ પણ અન્ય કારણોસર પણ. એવામાં શિયાળાનો પ્રકોપ યથાવતા રહેતા અને વાતાવરણમાં અવિરત પરિવર્તનના કારણે બાળકો, સગર્ભા મહિલાઓ અને વૃદ્ધોએ સ્વાસ્થ્યની તકેદારી રાખવાની જરૂર છે. આ વખતે રાજ્યમાં શિયાળો અને ઉનાળો તો એક સામટો હતો જ પરંતુ દુર્લભ ચોમાસાના પણ દર્શન થઈ ગયા.

દરિયો ન ખેડવો

દરિયામાં માછીમારી કરતા લોકોને આજે દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. દરિયામાં ભારે પવન ફૂંકાવાનો હોય માછીમારભાઈઓને દરિયો ન ખેડવાની અપીલ કરવામાં આવી છે. બીજી બાજુ માઉન્ટ આબુમાં તાપમાન ઘટ્યું હતું. આ વર્ષે લઘુતમ તાપમાન 4 ડિગ્રી સુધી ગગડતા ઠંડીના ચમકારાનો અહેસાસ થયો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments