Team Chabuk-National Desk: 2G અને 3Gને ઈતિહાસ બનાવી દીધા બાદ હવે 4Gને ભૂતકાળ બનાવી 5G સેવા શરૂ કરવાનો નિર્ણય સરકારે લીધો છે. આ નિર્ણયની અમલવારી લોકસભાની ચૂંટણી પહેલા થશે. ભારત સમગ્ર વિશ્વમાં 5G સ્માર્ટફોનનું ત્રીજું સૌથી મોટુ માર્કેટ છે. દેશમાં અત્યાર સુધી સામાન્ય લોકો માટે 5G ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.
નાણા મંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે રજૂ કરેલા બજેટમાં નાગરિકો માટે 5G મોબાઇલ સેવા 2023માં ઉપલબ્ધ થશે તેમ જણાવ્યું હતું. ભારતે આ વર્ષની શરૂઆતમાં કોમર્શિયલ 5G સેવા શરૂ થશે. નાણામંત્રીએ પોતાના બજેટ ભાષણ દરમિયાન જણાવ્યું કે, ખાનગી ટેલિકોમ કંપનીઓને 2022માં 5G મોબાઇલ સેવા અંગેના સ્પેક્ટ્રમની હરાજી કરવામાં આવશે. ભારતમાં અત્યાર સુધી કોમ્યૂનિકેશન માટે 5G બેન્ડનો ઉપયોગ થયો નથી. પરંતુ લોકો નવા 5G સ્માર્ટફોન લેવા માટે ઉત્સુક છે. ભારતનો દુનિયામાં 5G સેવાના ઉપયોગ માટે સૌથી મોટી માર્કેટમાં સમાવેશ થાય છે.
જાન્યુઆરીથી સપ્ટેમ્બરમાં 2021માં ૧.૭ કરોડ 5જી સ્માર્ટફોન ભારતમાં આવ્યા છે. જે આખા વર્ષ દરમિયાન ત્રણ કરોડ સુધી પહોંચવાની શક્યતા છે. એક અહેવાલ પ્રમાણે ભારતમાં 5G સ્માર્ટફોનના વેચાણમાં ત્રણ ગણો વધારો થશે. ભારતનું સ્માર્ટફોન બજાર પહેલાથી જ 5Gના ઉપયોગ માટે તૈયાર છે. ભારતમાં લગભગ બધી મોટી કંપનીઓ 5G સ્માર્ટફોન વહેંચે છે.
નાણા મંત્રીએ કહ્યું કે બધા ગામડાઓમાં શહેરો જેવી સુવિધા પહોંચાડવામાં આવશે. ભારત નેટ યોજના અંતર્ગત છેવાડાના લોકો સુધી તમામ ગામડાઓને ઓપ્ટિકલ ફાયબર પીપીપી ધોરણે જોડવાનો કોન્ટ્રાક્ટ 2022-23માં આપવાનો લક્ષ્ય છે. આ યોજના ૨૦૨૫માં પૂરી થવાની શક્યતા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત