Team Chabuk-Sports Desk: આજે અંડર-19 વર્લ્ડકપની સેમી ફાઇનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બરાબરનો જંગ જામશે. બંને ટીમ જીત માટેની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે. કોરોના મહામારીના કારણે છેલ્લા બે વર્ષમાં કોઈ નેશનલ ગેમ અથવા ટુર્નામેન્ટ યોજાઈ નથી. અંડર-19 વર્લ્ડકપની શરૂઆત થતા પૂર્વે ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો હતો અને ટીમના આધારભૂત એવા પાંચ ખેલાડીઓ કોરોના સંક્રમિત થયા હતા. આ કારણે જ આયર્લેન્ડ સામેની મેચમાં માંડ માંડ 11 ખેલાડીઓની ટીમ બની હતી.
કોણ કોણ કોરોનાની ઝપેટમાં
કેપ્ટન યસ ધુલ, ઉપ-કેપ્ટન રસીદ, આરાધ્ય યાદવ, પરખ અને સિદ્ધાર્થ યાદવ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા હતા. આ પાંચેય ખેલાડી આયર્લેન્ડ અને યુગાન્ડા સામેની મેચમાં રમી શક્યા ન હતા. ત્યાર બાદ બીસીસીઆઈએ વૈકલ્પિક ખેલાડીઓને મોકલવા પડ્યા હતા. યુગાન્ડા સામેના મેચમાં ૬ રિઝર્વ ખેલાડીઓને પણ મેદાનમાં ઉતાર્યા હતા. ભારતીય ટીમે આયર્લેન્ડ અને યુગાન્ડા બંનેને હરાવ્યા હતા અને ત્યારબાદ ક્વાર્ટર ફાઈનલમાં બાંગ્લાદેશે પણ હાર આપી હતી. હવે ભારતની પાસે પુરી મજબૂત ટીમ છે અને નિશાંત સિંધુ પણ કોરોના સંક્રમણમાંથી બહાર આવી ચૂક્યો છે
બંને ટીમ જીતની દાવેદાર
આજે ભારત ઓસ્ટ્રેલિયા જેવી મજબુત ટીમ સામે મેદાનમાં ઉતરશે. ભારત અને ઓસ્ટ્રેલિયા બંને ચેમ્પિયન બનવાના દાવેદાર છે. ભારતીય ટીમ કોરોના સામે લડતા લડતા પણ સેમીફાઈનલ સુધી પહોંચતા ટીમનો મનોબળ મજબૂત બન્યો છે. ભારત સતત ચોથીવાર સેમિફાઇનલમાં રમશે. ભારત પાસે હરનુરસિંહ, રઘુવંશી, રાજ બાવ, રસીદ જેવા બેટ્સમેન છે. બોલિંગની વાત કરીએ તો રવિ કુમારે બાંગ્લાદેશ સામેની મેચમાં પાંચ ઓવરમાં 14 રન આપીને ત્રણ વિકેટ ઝપટી હતી.
ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું
ફાસ્ટ બોલર રાજ્યવર્ધન, સ્પિનર વિકી ઓસ્તવાલ અને કૌશલ તાંબેની સાથે મીડીયમ ફાસ્ટ બોલર ઉપર પણ નજર રહેશે. બીજી તરફ બે વારની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં પાકિસ્તાનને હરાવ્યું છે. તેની પાસે ઓપનર ટીગ વેલી છે જેણે અત્યાર સુધી ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. પાકિસ્તાન સામે તેણે 71 બોલમાં ૯૫ રન બનાવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતે પ્રેક્ટિસ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું
ભારતની ટીમ સતત ચોથી વખત સેમીફાઈનલમાં
અંડર-19 વિશ્વકપમાં ભારત સતત ચોથી વખત સેમીફાઈનલ જીતવા ઉતરશે. આ પૂર્વે 2016, 2018 અને 2020ના વિશ્વકપના ફાઈનલમાં પહોંચી હતી. 2018માં તો ભારતે ઉન્મુક્ત ચંદની આગેવાનીમાં વિશ્વકપમાં જીત પણ પ્રાપ્ત કરી હતી. હાલ ભારતીય ખેલાડીઓનું મેચમાં એકંદરે પલડું ભારે લાગી રહ્યું છે. ટીમના અન્ય ખેલાડીઓ પણ કોરોનાને પરાજય આપી ટીમમાં સામેલ થતા ટીમનો આત્મવિશ્વાસ વધ્યો છે. આજે જે ટીમ જીતશે તે ફાઈનલમાં હશે. અંડર-19 એક એવી ફેક્ટરી છે જેમાંથી ભારતને દર બે વર્ષે સારા ક્રિકેટરો મળે છે. વિસ્ફોટક વિરાટ કોહલી એ અંડર-19ની જ ભેટ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત