Team Chabuk-Gujarat Desk: સાર્વજનિક પીવાની પાણીની ટાંકીમાંથી લાશ મળે તો? ભયમાં ગરકાવ થઈ જઈએ. બસ આવી જ ઘટના બની છે સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં. જ્યાં પાલિકાની 80-100 ફૂટ ઊંચી પીવાની પાણીની ટાંકીમાંથી મૃતદેહ હોવાની પોલીસને જાણ થઈ. પોલીસને જેવી ખબર પડી એ સાથે તાત્કાલિક ત્યાં પહોંચી હતી. જોકે આસપાસના લોકોમાં જ્યારે આ વાત વીજળીવેગે પ્રસરી ગઈ ત્યારે ભયનું લખલખું પસાર થઈ ગયું હતું. પોલીસે હાલમાં આ યુવાન કોણ છે અને તેણે આત્મહત્યા કરી છે કે હત્યા થઈ છે એ દિશામાં સઘન તપાસ આદરી છે.
પોલીસે આપેલી વિગતો
આ ઘટના સાંજના છ વાગ્યાની આસપાસ સામે આવી હતી. સૌ પ્રથમ નજર બાળકોની પડી હતી. બાળકો ટાંકી ઉપર રમવા માટે ચડ્યા હતા અને મૃતદેહ જોઈ નીચે ઉતરી ગયા હતા. બાદમાં સ્થાનિક લોકોને આ અંગેની જાણ કરવામાં આવી હતી. આ પાણીની ટાંકી 80-100 ફૂટ ઊંચી છે. સીદીક નગરથી લઈ ગભેણી સુધી આ જ પાણીની ટાંકીનું પાણી અપાઈ રહ્યા હોવાનું લોકો જણાવી રહ્યા છે. આ વચ્ચે મુખ્ય વાત એ છે કે મૃતક કોણ છે? જોકે મૃતકની હજુ સુધી કોઈ પણ પ્રકારની વિગત સામે નથી આવી.
સ્થાનિકો રોષ અને ભયમાં
આ ટાંકી અંગે સ્થાનિક લોકોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ‘પાણીની ટાંકી ખુલ્લી હાલતમાં હોય એ જ પાલિકાની બેદરકારી દર્શાવે છે. અહીં કોઈ પણ સિક્યુરિટી મૂકવામાં નથી આવી. ઉપરથી બાળકો રમવા માટે પગથિયાં ચડી આરામથી ઉપર ચડી જાય છે.’ લોકો છેલ્લા કેટલાય સમયથી મૃતદેહનું પાણી પી રહ્યા હતા. હવે ઘટના સામે આવતા લોકો ભયગ્રસ્ત થઈ ગયા છે. વ્યક્તિની હત્યા થઈ કે આત્મહત્યા કરી તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત