Team Chabuk-National Desk: બસ હવે થોડા જ દિવસોમાં ભારતીય જીવન વીમા નિગમ (LIC) દ્વારા આઇપીઓ બહાર પાડવામાં આવી શકે છે. આ માટે સરકાર દ્વારા આવતા અઠવાડિયે સેબી સમક્ષ જરૂરી દસ્તાવેજો જમા કરાવવામાં આવશે. સેબીની મંજૂરી બાદ માર્ચ સુધીમાં એલ.આઇ.સી (LIC) નો આઇપીઓ બજારમાં આવી શકે છે.
બસ બે મહિનામાં આવશે LICનો IPO
એલ.આઇ.સી.નો (LIC) IOP ૩૧ માર્ચ, 2020 પહેલા લોન્ચ કરવાની યોજના વિચારણામાં છે. વિશ્લેષકોના મતે સરકાર LICના IPOની કિંમત વધુ કન્ઝર્વેટિવ રાખી છે. સરકારની એલ.આઇ.સી.માં 100% ભાગીદારી છે. માર્ચ સુધીમાં લોન્ચ થનારા સંભવિત આઇપીઓની પહેલા સૌથી મોટી વીમા કંપની ભારતીય જીવન વીમા નિગમ દ્વારા ચાલુ નાણાકીય વર્ષમાં કુલ સંપત્તિમાં સુધારો કરવામાં આવ્યો છે. એક રિપોર્ટ અનુસાર 31 માર્ચ, 2021 સુધીમાં 4,51,303.30 કરોડ રૂપિયાનો કુલ પોર્ટફોલિયો છે. આ કુલ પોર્ટફોલિયોમાથી નોટ પર્ફોર્મિંગ એસેટ એટલે કે NPA 35,129.89 કરોડ રૂપિયા છે. સબ સ્ટાન્ડર્ડ એસેટ 254.37 કરોડ છે. જ્યારે ડાઉટફુલ એસેટ 20,369.17 કરોડ રૂપિયા અને લોસ એસેટ 14,506.35 કરોડ રૂપિયા છે.
SBI લાઈફ કરતા 16 ગણી સંપત્તિ
ભારતીય જીવન વીમા નિગમ છેલ્લા 65 વર્ષોથી ભારતમાં જીવન વીમા ક્ષેત્રે કાર્યરત છે. એક ગણતરી અનુસાર ભારતીય જીવન વીમા નિગમ-એલ.આઇ.સીની કુલ સંપત્તિ દેશના સૌથી મોટા ખાનગી વીમા કંપની SBI લાઈફ ઇન્સ્યોરન્સની સંપત્તિથી 16 ગણી વધુ છે. આ હિસાબે જોઈએ તો આ રજૂ કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર એલ.આઇ.સી ૩૬.૭ ખરાબ એયુએમ સાથે ભારતમાં સૌથી મોટી સંપત્તિનું મેનેજમેન્ટ કરે છે. આના એયુએમ સ્ટેન્ડઅલોન આધારે નાણાકીય વર્ષ 2011માં ભારતની જીડીપીના ૧૮ ટકા ની બરાબર છે.
LIC વિશે આ પણ જાણો
LICની સ્થાપના ૧ સપ્ટેમ્બર, ૧૯૫૬માં થઈ હતી. તેનું મુખ્ય કાર્યાલય મુંબઈમાં આવ્યું છે. હાલ એલ.આઈ.સીના ચેરમેન એમ. આર. કુમાર છે. એલ.આઈ. સી. જીવન વીમો, મેડિકલ વીમો, રોકાણ યોજના, મ્યુચ્યુલ ફંડ મેનેજર તરીકે કાર્ય કરે છે. LIC હાઉસિંગ ફાયનાન્સ, LIC પેન્શન ફંડ લિ., LIC ઇન્ટરનેશનલ લિ., LIC કાર્ડ સર્વિસિસ લિ., LIC મ્યુચ્યુલ ફંડ લિ. વગેરે કંપનીઓ ભારતીય જીવન વીમા નિગમ હેઠળ આવે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત