Team Chabuk-Sports Desk: IPL રસિકો માટે એક સારા સમાચાર મળી રહ્યા છે. આ વખતે ઇન્ડિયન પ્રીમિયર લીગ-IPL ભારતમાં જ રમાવવાની પુરી શક્યતા છે. તાજેતરમાં BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ જણાવ્યું હતું કે IPL-2022ના લીગ મેચ મહારાષ્ટ્રમાં રમાશે, ત્યાર બાદ પ્લેઓફ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાવાની શકયતા છે.
IPL-2022ની સિઝન માટે બીસીસીઆઇએ હજુ સુધી કોઈ સ્થળની પસંદગી કરી નથી. પરંતુ આ સિઝન ભારતમાં જ રમવાની પૂરી શક્યતા છે. આ અગાઉ 2020 અને 2021ની અડધી સિઝન UAEમાં યોજાઈ હતી. પરંતુ આ વર્ષે બીસીસીઆઈ યુએઈમાં IPL યોજવા માંગતી નથી.
IPLની મેચ મહારાષ્ટ્રમાં રમાશે
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ સ્ટાર સ્પોર્ટ્સ સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે IPL- 2022નો લીગ મેચ મહારાષ્ટ્રમાં યોજાશે. આ બધા મેચ મુંબઈ, નવી મુંબઈ અને પૂણેના મેદાનમાં યોજાશે. તેમજ પ્લેઓફ મેચ માટેના શહેર અને સ્ટેડિયમનો નિર્ણય હવે પછી કરવામાં આવશે. પ્લેઓફ મેચ માટેના શહેરોની રેસમાં અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સૌથી આગળ છે.
ગાંગુલીએ આઈપીએલ અંગે વાત કરતાં જણાવ્યું કે આ વર્ષના આઇપીએલનું આયોજન ભારતમાં જ થશે. જો કોરોના કેસમાં જંગી વધારો થશે તો જ આઇપીએલનું આયોજન અન્ય દેશમાં કરવામાં આવશે. જ્યાં સુધી સ્ટેડિયમની વાત છે, તો અમે મહારાષ્ટ્રમાં મેચ યોજવાનું વિચારી રહ્યા છીએ.
UAEમાં IPL નહીં યોજાય
BCCI એ IPL- 2020 અને 2021ની અડધી સિઝન UAE યોજી હતી. આ ઉપરાંત T-20 વર્લ્ડકપ 2021નું આયોજન પણ દુબઈમાં થયું હતું. 2020 અને 2021ની અડધી સીઝન માટે ભારતીય ક્રિકેટ બોર્ડે અમીરાત ક્રિકેટ બોર્ડને રૂપિયા ૧૫૦ કરોડ આપ્યા હતા. યુએઈમાં માત્ર ત્રણ જ સ્ટેડિયમ છે. ત્યાં પણ વધુ ઝાકળ વરસે છે. આના કારણે સાંજે યોજાનારા મેચ ટોસ મહત્વનો સાબિત થાય છે. ટ્વેન્ટી-ટવેન્ટી વર્લ્ડકપમાં પણ મોટા ભાગે મેચ ટોસ જીતનાર ટીમ જ જીતી હતી. તેનાથી ક્રિકેટમાં રોમાંચ ખતમ થઇ જાય છે. આ કારણે બીસીસીઆઈની UAEમાં IPL યોજવા માગતી નથી
ભારત સિવાય IPL ક્યાં યોજાઈ શકે?
BCCI એ IPL ભારતમાં આયોજન ઉપરાંત પ્લાન B પણ વિચારી લીધો છે. પ્લાન બી અંતર્ગત દક્ષિણ આફ્રિકામાં આઇપીએલ યોજવા અંગે વિચાર કરાયો છે. આ પૂર્વે પણ આઈપીએલની સિઝન દક્ષિણ આફ્રિકામાં યોજાઇ હતી. દક્ષિણ આફ્રિકા ક્રિકેટ બોર્ડે પણ IPLના યજમાન બનવા અંગે પ્રસ્તાવ મુક્યો છે. પરંતુ આફ્રિકામાં આઇપીએલ મેચ ત્યારે જ યોજાઈ શકે છે જ્યારે ભારતમાં કોરોનાના કેસમાં ખૂબ વધારો થાય અને આઈપીએલનું આયોજન ભારતના સંભવ ન બને. પરંતુ હાલ પૂરતું BCCI દેશમાં જ IPL યોજવા વિચારી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત