Team Chabuk-National Desk: છેલ્લા ચાર દિવસના સાફ વાતાવરણ બાદ દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ઠંડીની મોસમ જામી છે. ફરી જેકેટ, શાલ, મફલરને બહાર કાઢવા પડે તેવું વાતાવરણ થયું છે. દિવસ દરમિયાન સુર્યના દર્શન કરવા દુર્લભ થઈ ગયા છે. દિવસ દરમિયાન અંધારુ છવાઈ રહ્યું છે. ગત રાત્રીથી અત્યાર સુધી હળવા વરસાદ બાદ ઠંડીનો પારો ગગળ્યો છે. ઉત્તર પ્રદેશના નોયડા સિવાય દિલ્હીના ઘણા વિસ્તારમાં હળવે હળવે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા દિવસ દરમિયાન ધુમ્મસ છવાઈ રહેશે તેવી આગાહી કરી છે.
#WATCH | Shimla in Himachal Pradesh witnesses fresh snowfall this morning pic.twitter.com/RYie3BxGvm
— ANI (@ANI) February 3, 2022
હળવાથી મધ્યમ વરસાદની આગાહી
Delhi wakes up to light rain; visuals from Moti Bagh and AIIMS pic.twitter.com/YzD2ZAqnmT
— ANI (@ANI) February 3, 2022
હવામાન વિભાગ દ્વારા આકાશમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી કરી છે. આ સાથે 30થી 40 કિલો મીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફુકાવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દિલ્હી, એન.સી.આર., લોની દેહાત, ગાઝીયાબાદ, નોયડા, ગ્રેટર નોયડા, ઈદ્રપુરમ, ગુરુગ્રામ આસપાસના વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદની સાથે 20થી 30 કિલો મીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફુકાવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 24 કલાકમાં સવાર અને સાંજે અમુક વિસ્તારમાં ભારે ધુમ્મસ છવાયેલુ રહેશે.
હરિયાણાના અંબાલમાં વરસાદ
Yellow alert for heavy snowfall has been issued in higher areas of Himachal Pradesh including Chamba, Spiti, Kullu, Shimla. Duration of snowfall was longer in comparison to previous yrs. Coming 48 hrs will be extremely cold with heavy snowfall: Surender Paul, IMD head, HP (02.02) pic.twitter.com/pVehjqe0Hz
— ANI (@ANI) February 3, 2022
હરિયાણામં પણ ઠંડીનો પારો ખુબ નીચો જઈ રહ્યો છે. હરિયાણાના અંબાલામાં આજે વરસાદના સમાચાર છે. હવામાન વિભાગ તરફથી મળતી માહિતી મુજબ હરિયાણાના અલગ અલગ વિસ્તારમાં આજે હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.
હિમાચલમાં 48 કલાકમાં ભારે હિમવર્ષા
હિમાચલ પ્રદેશમાં આવતા 48 કલાકમાં ભારે હિમ વર્ષાની આગાહી કરવામાં આવી છે. તેની શરૂઆત પણ થઈ ગઈ છે. હિમાચલ પ્રદેશના કુલ્લુ, ચંબા, શિમલા સહિત સમગ્ર રાજ્યમના ઉંચાઈવાળા વિસ્તારમાં ભારે હિમવર્ષાના કારણે યેલો એલર્ટ જાહેર કરાયુ છે. શિમલાના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગત વર્ષની સરખામણીએ હિમવર્ષાનો સમયગાળો લાંબો રહ્યો છે. આગામી 48 કલાકમાં ભારે હિમવર્ષાની સાથે હાડ થિજવતી ઠંડી પણ પડશે. જેની અસર સમગ્ર ઉત્તર ભારત સહિત ગુજરાત, રાજસ્થાન, પંજાબમાં પણ થઈ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત