Team Chabuk-Gujarat Desk: વલસાડ નજીક આવેલા સંઘપ્રદેશ દમણના જામપોર બીચ પર દુર્ઘટના સર્જાઈ છે. ઉત્તર પ્રદેશના લખનૌથી ફરવા માટે આવેલા પરિવારની પાંચ યુવતીઓ દરિયામાં ડૂબી હતી જેમાંથી ચાર યુવતીઓના મોત નિપજ્યા છે. જ્યારે એક યુવતીને બચાવી લેવાઈ છે. દરિયામાં ન્હાવા પડેલી પાંચેય યુવતીઓ ડૂબવા લાગી હતી. ડૂબી રહેલી યુવતીઓએ બૂમાબૂમા કરી હતી પરંતુ, કોઈ બચાવવા ન પડતા યુવતીઓ દરિયાના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. જેમાં ચાર યુવતીઓના મોત થતાં કિનારે રહેલા પરિવારજનોમાં આક્રંદ જોવા મળ્યો હતો.
યુવતીઓને તરતા નહતું આવડતું
મળતી વિગતો પ્રમાણે ઉત્તર પ્રદેશના લખનૌથી આવેલો પરિવાર તેમના વાપી અને દમણમાં રહેતા સગા સંબંધીઓ સાથે ગુરૂવારે દમણના મોટી દમણ જામપોર દરિયા કિનારે ફરવા આવ્યો હતો. જ્યાં પરિવારની 5 જેટલી યુવતીઓ દરિયામાં ન્હાવા માટે પડી હતી. પરંતુ દરિયામાં ન્હાતી વખતે મજાક મસ્તી કરતાં કરતાં યુવતીઓ ઉંડા પાણીમાં પહોંચી ગઈ હતી અને તરતા ન આવડતું હોવાથી ડૂબવા લાગી હતી.
ડૂબી રહેલી યુવતીઓએ જોર જોરથી બુમો પાડતા દરિયા કિનારે બેઠેલા પરિવારજનો હેબતાઈ ગયા હતા અને તુરંત યુવતીઓને બચાવવા માટે મદદની માંગ કરી હતી. દરિયા કિનારે કોઈપણ મદદે ન આવતા આખરે પરિવારનાં એક મોભીએ પોતાના જીવને જોખમમાં મૂકી યુવતીઓને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. જ્યાં એક યુવતીને બચાવવામાં સફળતા મળી હતી. જ્યારે લાંબા સમય સુધી કોઈ મદદને ન આવતા આખરે 4 યુવતીઓનાં ડૂબી જવાથી મોત થયા હતા.
ત્યારબાદ પરિવારજનોએ ચારેય યુવતીઓના મૃતદેહ દરિયામાંથી બહાર કાઢ્યા હતા. એક સાથે પરિવારની ચાર યુવતીઓના મોત થતાં પરિવાજનો પર મુસીબતનું આભ ફાટી પડ્યું હતું. ફરવા માટે આવેલા પરિવારજનોમાં અચાનક એકાએક આક્રંદ છવાઈ ગયો હતો. ત્યારબાદ સ્થાનિક લોકોની મદદથી ચારેય યુવતીઓના મૃતદેહ એમ્બ્યુલન્સ મારફતે મરવડની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરનાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કરી હતી.
પરિવારના સભ્યોએ આક્ષેપ કરતાં જણાવ્યું કે, આટલા મોટા દરિયા કિનારે વિકાસ કર્યો હોવા છતાં કોઈપણ પ્રકારની સુવિધા કે સલામતી નથી. જો સમય સર મદદ મળી હોત તો આજે જીવ ગુમાવનાર યુવતીઓ જીવીત હોત. ત્યારે હાલ તો કોસ્ટલ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
ઘટના બાદ 4 યુવતીઓના મૉતદેહને દમણની મરવડ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં દમણ કલેકટર અને અધિકારીઓની ટીમ તાત્કાલિક મરવડ હોસ્પિટલ પહોંચીને પરિવારના સભ્યોની મુલાકાત લીધી હતી. જ્યાં યુવતીઓના પરિવારના સભ્યોએ જિલ્લા કલેક્ટર સહિત અધિકારીઓને દમણના બીચ ઉપર લાઈફ ગાર્ડ પણ ન હોવાથી યુવતીઓ જીવ ગુમાવવો પડ્યો હોવાનો આક્રોશ ઠાલવ્યો હતો. જો લાઈફ ગાર્ડને મુકવામાં આવ્યા હોતે તો યુવતીઓનો જીવ બચી શક્યો હોત તેમ પરિવારના સભ્યોએ આક્રોશ સાથે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
