Homeગુર્જર નગરીગુજરાત: ‘ઓન ડ્યુટી સરકારી કચેરીમાં દારૂની મહેફીલ!’ કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ વીડિયો...

ગુજરાત: ‘ઓન ડ્યુટી સરકારી કચેરીમાં દારૂની મહેફીલ!’ કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ વીડિયો કર્યો શેર

Team Chabuk-Gujarat Desk: ગુજરાત કોંગ્રેસે દારૂબંધી મુદ્દે સરકાર પર ફરી એક વખત આકરા પ્રહાર કર્યો છે. અર્જુન મોઢવાડિયાએ પોતાના ફેસબુક પેજ પર દારૂબંધીના લીરેલીરા ઉડાવતો એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયો પોસ્ટ કર્યા બાદ ટેગલાઈનમાં જે લખવામાં આવ્યું છે એ ચોંકવાનારું છે. કેમ કે આ કોઈ ઘરમાં કે પ્રસંગમાં થઈ રહેલી પાર્ટીનો વીડિયો નથી, કે નથી બુટલેગર ખુલ્લેઆમ વહેંચી રહ્યા. અર્જુન મોઢવાડિયાએ વીડિયોમાં જ લખ્યું છે કે આ ગ્રામ પંચાયત કચેરીનો વીડિયો છે.

ફેસબુક પર કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ લખ્યું છે કે, ‘ગુજરાતમાં દારૂબંધીને ભાજપ સરકારે એવી ક્રુર મજાક સમાન બનાવી દીધી છે કે હવે બેરોકટોક કર્મચારીઓ ઓન ડ્યુટી સરકારી કચેરીમાં દારૂની મહેફીલ માણે છે.’

ચાબુક આ વીડિયોની કોઈ પુષ્ટી નથી કરતું, પરંતુ ગુજરાતના નેતા અર્જુન મોઢવાડિયાએ દાવો કર્યો છે કે આ વીડિયો મહિસાગરની ડેભારી ગ્રામ પંચાયતની કચેરીનો છે. વીડિયોમાં ટેબલ પર એક પાણીની બોટલ છે અને એક વ્યક્તિ ગ્લાસમાં બીજી બોટલથી કશુંક ઠલવી રહ્યો છે. રૂમમાં ચાર જેટલા લોકો બેઠા હોય તેવું પ્રાથમિક દૃષ્ટીએ લાગી રહ્યું છે. જોકે અર્જુન મોઢવાડિયાની પોસ્ટ પર કેટલાક લોકો એવી કોમેન્ટ પણ કરી રહ્યા છે કે તમને કેવી રીતે ખબર પડી કે એ દારૂ જ છે?

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments