Homeદે ઘુમા કેરહાણે અને પુજારાને ફોર્મ પરત મેળવવા ગાંગુલીએ પોતાની એ ટ્રીક આપી જે...

રહાણે અને પુજારાને ફોર્મ પરત મેળવવા ગાંગુલીએ પોતાની એ ટ્રીક આપી જે તેણે ખૂદ 2005માં અપનાવી હતી અને ટીમમાં ફરી સ્થાન મેળવ્યું હતું

Team Chabuk-Sports Desk: બે વર્ષના અંતરાલ બાદ ભારતીય ક્રિકેટમાં રણજી ટ્રોફીનું પુનરાગમન થવા જઈ રહ્યું છે. ભારતની પ્રથમ અને પ્રમુખ શ્રેણીનું આયોજન બે ચરણમાં કરવામાં આવ્યું છે. એક આઈપીએલ પૂર્વે અને એક આઈપીએલ બાદ. રણજી ટ્રોફીમાંથી દેશને કેટલાય સ્ટાર ખેલાડીઓ સાંપડ્યા છે. જેમણે વિશ્વસ્તર પર પોતાની અમીટ છાપ છોડી છે. આ ટૂર્નામેન્ટમાં કેટલાય ખેલાડીઓએ પોતાનું હુનર દેખાડ્યું છે. કેટલાક અનુભવી ખેલાડીઓ પણ અહીં પોતાની લય પ્રાપ્ત કરવા માટે અર્થાત્ ફોર્મમાં પરત ફરવા માટે આ ટૂર્નામેન્ટનો ઉપયોગ કરે છે.

એવામાં મેદાન પર રન બનાવવા માટે ઝઝૂમી રહેલા બે ખેલાડીઓ માટે એક સોનેરી અવસર નજીક આવ્યો છે. બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણેને મહત્વનું સૂચન આપ્યું છે. રહાણે અને પુજારા છેલ્લા કેટલાય સમયથી ખરાબ ફોર્મની સામે સંઘર્ષ કરી રહ્યા છે. એવામાં ગાંગુલીનું માનવું છે કે આ બંને ખેલાડીઓનો પોતાનું ફોર્મ પરત મેળવવાની સુવર્ણ તક એ છે કે તેઓ રણજી ટ્રોફીમાં ભાગ લે.

ગાંગુલીએ પોતે પણ 2005માં ભારતીય ટીમમાંથી બહાર થયા બાદ રણજી ટ્રોફીનો સહારો લીધો હતો. અહીં તેણે ખૂબ રન બનાવ્યા અને વાજતે ગાજતે પુનરાગમન કર્યું. પૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈના વર્તમાન અધ્યક્ષ સૌરવ ગાંગુલીને આત્મવિશ્વાસ છે કે રણજીમાં પુજારા અને રહાણે જો રમે છે તો તેમને પોતાનું ફોર્મ પરત મળી જશે.

બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, હા, એ ખૂબ સારા ખેલાડી છે. આશા છે કે તેઓ રણજી ટ્રોફીમાં પરત જશે અને અઢળક રન બનાવશે. જે મને વિશ્વાસ છે કે તેઓ કરશે. મને કોઈ સમસ્યા દેખાતી નથી. રણજી ટ્રોફી એક ખૂબ મોટી ટૂર્નામેન્ટ છે અને આપણે સૌએ એ ટૂર્નામેન્ટ રમી છે. તો તેઓ પણ ત્યાં પરત જશે અને પ્રદર્શન કરશે. તેમણે ભૂતકાળમાં ટૂર્નામેન્ટ રમી છે. જ્યારે તેઓ ફક્ત ટેસ્ટ ક્રિકેટ રમી રહ્યા હતા અને એક દિવસીય કે સીમિત ઓવરની ટીમનો ભાગ નહોતા. જેથી તેમાં કોઈ પરેશાની નથી.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments