Homeસિનેમાવાદજ્યાં અમિતાભનું બાળપણ વિત્યું એ બંગલો આટલા કરોડ રૂપિયામાં વેચાયો, આ મહિલાએ...

જ્યાં અમિતાભનું બાળપણ વિત્યું એ બંગલો આટલા કરોડ રૂપિયામાં વેચાયો, આ મહિલાએ ખરીદી છે પ્રોપર્ટી

Team Chabuk-Cinem Desk: સુપરસ્ટાર અમિતાભ બચ્ચન ફિલ્મી દુનિયામાં તો એક્ટિવ છે જ પરંતુ આ ઉપરાંત અલગ-અલગ પ્રકારના ઇન્વેસ્ટમેન્ટ કરવામાં પણ તેમની માસ્ટરી છે. અમિતાભ બચ્ચન પાસે મુંબઈમાં પાંચ બંગલા છે. હાલ મળતી માહિતી મુજબ તેમણે દિલ્હીના ગુલમોહર પાર્કમાં આવેલો ‘સોપાન’ બંગલો ૨૩ કરોડ રૂપિયામાં વેચ્યો છે. નિઝોન ગ્રુપના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અવની બડેરે અમિતાભનો દિલ્હી વાળો સોપાન બંગલો ખરીદ્યો છે.

હરિવંશરાય બચ્ચને ખરીદ્યો હતો ‘સોપાન’

અલગ-અલગ જગ્યાએથી મળતી માહિતી મુજબ દિલ્હીના ગુલમોર પાર્કમાં અમિતાભ બચ્ચનની પ્રોપર્ટી 418 સ્ક્વેર મીટરમાં વિસ્તરેલી છે. ગત વર્ષે અવની બધેલે આ પ્રોપર્ટીનું રજીસ્ટ્રેશન પોતાના નામે કરાવ્યું હતું. આ જૂના બંગલામાં અમિતાભ બચ્ચનની ઘણી બાળપણની યાદો જોડાયેલી છે. આ બંગલો અમિતાભ બચ્ચનના પિતા સ્વર્ગીય હરિવંશરાય બચ્ચને ખરીદ્યો હતો. અહીં હરિવંશરાય બચ્ચન અમિતાભનાં માતા તેજી બચ્ચન સાથે ઘણા વર્ષો સુધી રહ્યા. પરંતુ મુંબઈમાં રહેવા આવવાનું થતા દિલ્હીના સોપાન બંગલાની દેખરેખ રાખવી મુશ્કેલ થઈ હતી. આ કારણે સોપાન બંગલો વેચવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળે છે.

CinemaVad

માતા તેજી બચ્ચનના નામે ‘સોપાન’

દિલ્હીના ગુલમોહર પાર્કનો આ સોપાન બંગલો ખૂબ ચર્ચામાં રહ્યો છે. ખુદ અમિતાભ બચ્ચન પણ ઘણીવાર પોતાના બ્લોગમાં સોપાન બંગલાનો ઉલ્લેખ કર્યો છે. આ બંગલો તેમના માતા તેજી બચ્ચનના નામે રજિસ્ટર્ડ હતો.  મુંબઈ આવતા પહેલા અમિતાભ પોતાના માતા-પિતા સાથે અહીં રહેતા હતા.

ક્યાં ક્યાં વિસ્તારમાં બચ્ચનના બંગલા?

મુંબઈમાં અમિતાભ બચ્ચનના પહેલાથી જ પાંચ બંગલા છે. અમિતાભ બચ્ચન પોતાના પૂરા પરિવાર સાથે જલસા બંગલામાં રહે છે. અહીં જ પોતાના ફેન ફોલોવિંગને દર રવિવારે મળે છે. આ બંગલો ૧૦,૦૦૦ વર્ગ ફીટમાં ફેલાયેલો છે. અમિતાભ બચ્ચનનો જલસો બંગલો મુંબઈના જુહુ વિસ્તારમાં છે. બીજો એક બંગલો પ્રતીક્ષા છે. આ જલસા બંગલામાં આવ્યા પહેલા અમિતાભ અહીં રહેતા હતા. ત્રીજો જનક બંગલો છે જ્યાં તેમની ઓફિસ છે. જ્યારે ચોથો બંગલો વત્સ છે, જે બેંકને ભાડા પેટે આપ્યો છે. વર્ષ 2003માં તેમણે લગભગ ૬૦ કરોડ રૂપિયામાં જલસાની પાછળ એક બંગલો ખરીદ્યો હતો. અમિતાભ બચ્ચને અંધેરી વિસ્તારમાં એક ડુપ્લેક્સ ફ્લેટ ભાડા પર આપ્યો છે. અમિતાભ બચ્ચનને આ ડુપ્લેક્ષ લક્ઝરી ફ્લેટ ૩૧ કરોડમાં ખરીદ્યો હતો.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments