Team Chabuk-Gujarat Desk: ધોરણ-૧૦ પછી ડિપ્લોમા અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનારા અને ડિપ્લોમાથી ડિગ્રીમાં એટલે કે D to Dમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને આર્થિક રીતે મદદરૂપ થવા ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ઉચ્ચ શિક્ષણ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા તેજસ્વી અને જરૂરિયાતમંદ યુવા વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજનામાં આવરી લેવાનો યુવા હિતકારી નિર્ણય કર્યો છે. આ નિર્ણય અનુસાર હવે ધોરણ ૧૦ પાસ કર્યા પછી ડિપ્લોમા અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ તેમજ ડિપ્લોમા પાસ કર્યા પછી ડિગ્રી અભ્યાસક્રમો (ડી ટુ ડી)માં પ્રવેશ મેળવનારા યુવાઓને મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજનાનો લાભ મળતો થશે.
મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજનાનો લાભ વધુને વધુ યુવા છાત્રોને મળે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ યોજના અંતર્ગત શિષ્યવૃત્તિના લાભ વધુ સરળ બનાવ્યા છે. રાજ્યના શિક્ષણ વિભાગે આ અંગે જાહેર કરેલા ઠરાવમાં ઉલ્લેખ કરાયો છે કે, વાર્ષિક સાડા ચાર લાખ સુધીની આવક ધરાવતા પરિવારોના બાળકો-યુવાઓને આ યોજનાનો લાભ મળશે.
મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજનાનો લાભ મેળવવા માટેની જે પાત્રતા નિર્ધારીત કરવામાં આવી છે તે મુજબ ધોરણ ૧૦ પછી ડિપ્લોમા અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનારા પાત્રતા પ્રાપ્ત વિદ્યાર્થીને અભ્યાસક્રમ માટે નિયત થયેલ વાર્ષિક ટ્યુશન ફીની પ૦ ટકા રકમ અથવા રૂ. પ૦ હજાર બે પૈકી જે ઓછું હોય તેટલી રકમ મંજૂર કરવામાં આવશે.
ડિપ્લોમા પાસ કર્યા પછી ડિગ્રી અભ્યાસક્રમો (ડી ટુ ડી)માં પ્રવેશ મેળવનારા પાત્રતા ધરાવતા વિદ્યાર્થીને ઇજનેરી તથા પ્રોફેશનલ કોર્સ માટે ટ્યુશન ફી ના પ૦ ટકા રકમ અથવા રૂ. ૧ લાખ પૈકીની જે ઓછી રકમ હશે તે મળવાપાત્ર થશે. આ ઉપરાંત મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અન્વયે શિષ્યવૃત્તિ મેળવનારા લાભાર્થીને આ મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના નીચે પણ લાભ મળવાપાત્ર થશે. એટલે કે આ યોજના મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાની પૂરક યોજના બનશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત