Homeતાપણુંસંન્યાસી!: CM યોગીની સંપત્તિમાં છેલ્લા ચાર વર્ષમાં 59 લાખ રૂપિયાની વૃદ્ધિ, એક...

સંન્યાસી!: CM યોગીની સંપત્તિમાં છેલ્લા ચાર વર્ષમાં 59 લાખ રૂપિયાની વૃદ્ધિ, એક લાખની રિવોલ્વર અને એંસી હજારની રાઈફલ પણ છે

Team Chabuk-Politics Desk: ગોરખપુર શહેર વિધાનસભાથી ભાજપના ઉમેદવાર અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સંપત્તિમાં ગત ચાર વર્ષમાં 59 લાખ રૂપિયાની વૃદ્ધિ થઈ છે. એમએલસી તરીકે પસંદ કરાયા તે પહેલા તેમની સંપત્તિ 95.98 લાખ રૂપિયા હતી, જે હવે વધીને 1 કરોડ 54 લાખ 94 હજાર 54 રૂપિયા થઈ ગઈ છે. ગત લોકસભા ચૂંટણી 2014ની જો વાત કરવામાં આવે તો સાંસદ રહેતા હોવા છતાં યોગી આદિત્યનાથની સંપત્તિ 72 લાખ 17 હજાર રૂપિયા હતી.

શુક્રવારે ઉમેદવારી પત્રની સાથે આપવામાં આવેલા શપથ પત્ર પ્રમાણે મુખ્યમંત્રી પાસે બે શસ્ત્ર પણ છે. જેમાંથી એક એક લાખ રૂપિયાની રિવોલ્વર અને એંસી હજાર રૂપિયાની રાઈફલનો સમાવેશ થાય છે. યોગી આદિત્યનાથની પાસે કોઈ વાહન નથી. તેમની પાસે એક લાખ રૂપિયા રોકડા છે. નવી દિલ્હીની એસબીઆઈ સંસદ ભવન શાખામાં 25 લાખ 99 હજાર 171 રૂપિયા, પીએનબીની ઈન્ડસ્ટ્રીયલ એરિયા ગોરખનાથ શાખામાં 4 લાખ, 32 હજાર 751 અને 7 લાખ 636 રૂપિયાની ચાર એફડી, એસબીઆઈની ગોરખનાથ શાખામાં આવેલા ખાતામાં 7,908 રૂપિયા પણ છે.

આ જ રીતે એસબીઆઈની લખનઉ સ્થિત વિધાનસભા માર્ગ ખાતામાં 67 લાખ 85 હજાર 395 તથા ડાકઘર સંસદ માર્ગ, નવી દિલ્હીના ખાતામાં 35 લાખ 24 હજાર 708 રૂપિયા છે. જ્યારે 2 લાખ 33 હજાર રૂપિયાનો વીમો છે. યોગી આદિત્યનાથના કાનમાં 49 હજાર રૂપિયાની કિંમતના 20 ગ્રામના બે કુંડલ, દસ ગ્રામની રુદ્રાક્ષ લગાવેલી એક સોનાની ચેન, જેની કિંમત 12 હજાર રૂપિયા છે.

મુખ્યમંત્રીની પાસે કોઈ અચલ સંપત્તિ નથી. ન તો તેમના પર કોઈ કેસ છે. 49 વર્ષના મુખ્યમંત્રી યોગી, એચએન બહુગુણા વિશ્વવિદ્યાલય શ્રીનગર પૌડી ગઢવાલથી વિજ્ઞાન પ્રવાહમાં બીએસસી સ્નાતક છે. વર્ષ 2014ની લોકસભા ચૂંટણી સુધી યોગી આદિત્યનાથની પાસે ત્રણ લગ્ઝરી ગાડીઓ હતી. જેમાં એક જૂની ટાટા સફારી, ઈનોવા અને નવી ફોર્ચ્યુનર સામેલ છે. તેમની પાસે એ સમયે પણ કોઈ અચલ સંપત્તિ નહોતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments