Team Chabuk-Gujarat Desk: વલસાડના એક પીઆઈને સરપંચ સાથે કારમાં બેસીને ફોટોશૂટ કરાવવું ભારે પડી ગયું છે. વલસાડ જિલ્લામાં સરપંચની ચૂંટણી વખતે વિજય સરઘસમાં સરપંચની સાથે ખુલ્લી જીપમાં બેસીને ફોટોશૂટ કરાવનાર ઈન્ચાર્જ પીઆઈને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા છે.
વલસાડ સિટી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ વી.એચ.જાડેજાએ ગ્રામ પંચાયતની ચૂંટણી બાદ સરપંચ તરીકે વિજેતા બનેલા ઉમેદવારના વિજય સરઘસમાં હાજરી આપી હતી. વિજય સરઘસમાં ઈન્ચાર્જ પીઆઈ વી.એચ.જાડેજાએ ખુલ્લી જીપમાં ડ્રાઈવર સીટ પર બેઠા હતા અને બાજુમાં સરપંચ બિરાજમાન થયા હતા. પોલીસના યુનિફોર્મ સાથે પીઆઈ જીપ હંકારતા હોય તેવા ફોટો અને વીડિયો વાઈરલ થયા હતા.
આ મામલે ADGને પ્રહરી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખે લેખિત ફરિયાદ કરી હતી. સુરત એડિશનલ DGએ ફરિયાદ ઉપર કડક કાર્યવાહી હાથ ધરી ઇન્ચાર્જ PI વી.એચ.જાડેજાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરતો હુકમ કર્યો હતો.
મહત્વનું છે કે, 21 ડિસેમ્બરે ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી હાથ ધરાઈ હતી. જેમાં કોસંબામાં સરપંચ તરીકે કિરીટ ટંડેલ અને તેની પેનલનો વિજય થયો હતો. 21-22 ડિસેમ્બરના રોજ કોસંબાના મુખ્ય માર્ગો પર સરપંચે વિજય સરઘસ કાઢ્યું હતું. વિજય સરઘસમાં વલસાડ સિટી પોલીસ ઇન્ચાર્જ પીઆઇ વી.એચ જાડેજાએ જીપની ડ્રાઇવિંગ સીટ પર યુનિફોર્મમાં બેઠા હતા. ગામમાં વિજય સરઘસમાં સરપંચ સાથે ફર્યાની ફરિયાદ સુરત રેન્જ આઇજીને મળતા તેમણે તત્કાલ કડક કાર્યવાહી કરી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
