Homeગામનાં ચોરેભારતમાં કોવેક્સિન અને કોવિશિલ્ડ બાદ દુનિયાની સૌથી કારગત વેક્સિનના પ્રવેશની ઘડીઓ ગણાઈ...

ભારતમાં કોવેક્સિન અને કોવિશિલ્ડ બાદ દુનિયાની સૌથી કારગત વેક્સિનના પ્રવેશની ઘડીઓ ગણાઈ રહી છે

Team Chabuk-National Desk: સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. કોરોનાથી બચવાનો એક માત્ર ઉપાય હોય તો તે વેક્સીન છે. વેક્સીનના કારણે કોરોના સામે રક્ષણ મળી રહ્યું છે. આપણા દેશમાં કોવિશિલ્ડ અને કોવેક્સિન આપવામાં આવી રહી છે. ત્યારે દેશમાં વધુ એક વેક્સિન આવવાના સંકેત મળી રહ્યા છે. ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા(DCGI)ની  વિશેષજ્ઞ કમિટીએ રશિયાની સ્પુટનિક લાઈટ વનશોટ વેક્સિનને મંજૂરી આપી છે.

કોરોના કેસમાં ઘટાડો

કેન્દ્રના આરોગ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં અત્યાર સુધી 168 કરોડ કોરોના વેક્સિન ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 55 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી છે. દેશમાં શુક્રવારે કોરોનાના ૧.૪૯ લાખ નવા કેસ સામે આવ્યા હતા. આ સંખ્યા ગઇકાલની સરખામણીએ ૧૩ ટકા ઓછી છે. છેલ્લા ૨૪ કલાકમાં 2,46,674 લોકો રિકવર થયા છે.

એક મહિનામાં 65 ટકા કિશોર વેક્સીનેટ

કોરોના મહામારી સામે ભારતમાં રસીકરણ અભિયાન ચલાવાઇ રહ્યું છે, તેમાં ગઈકાલે એક મોટી ઉપલબ્ધિ મળી છે. ભારતમાં માત્ર એક મહિનાની અંદર જ 65% કિશોરોને વેક્સીનનો પ્રથમ ડોઝ આપી દીધો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા ટ્વીટ કરી આ જાણકારી શેર કરી હતી. આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ ઉપરાંત જણાવ્યું કે ‘યુવા ભારતનો ઐતિહાસિક પ્રયાસ ચાલુ છે. માત્ર એક મહિનામાં જ ૧૫ થી ૧૮ વર્ષના 65% કિશોરોને વેક્સીનનો પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દુનિયાનું સૌથી મોટો રસીકરણ અભિયાન રેકોર્ડ બનાવી રહ્યું છે.’

બુસ્ટર ડોઝ

10 જાન્યુઆરીથી બાળકોને વેક્સીન આપવા ઉપરાંત ૬૦ વર્ષથી ઉપરના લોકો અને ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સને બુસ્ટર ડોઝ આપવાનું શરૂ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બંને જાહેરાત એક સાથે કરી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments