Homeગામનાં ચોરેભાજપના ધારાસભ્યની પુત્રવધૂના ધડાકા: ‘મારા પતિ બીજી છોકરીઓ સાથે શારીરિક સંબંધ બાંધીને...

ભાજપના ધારાસભ્યની પુત્રવધૂના ધડાકા: ‘મારા પતિ બીજી છોકરીઓ સાથે શારીરિક સંબંધ બાંધીને આવતા અને પછી ઘરમાં મારી સાથે સંબંધો બાંધતા…’

Team Chabuk-National Desk: મધ્યપ્રદેશના નરસિંહપુરથી ભાજપના ધારાસભ્ય જાલમસિંહની વહુ નીતુ સિંહનો એક ઓડિયો વાઈરલ થયો છે. આ ઓડિયો ક્લિપમાં મહિલા ભાજપના ધારાસભ્યના પુત્ર પર શારીરિક અને માનસિક દમનનો આરોપ લગાવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ ઓડિયો ધારાસભ્યની વહુનો છે. જોકે હજુ સુધી એ વાતની પુષ્ટી નથી થઈ કે આ ઓડિયો તેનો જ છે કે કોઈ અન્યનો છે. વાઈરલ ઓડિયોમાં મહિલા પોતાનું નામ નીતુ સિંહ અને ખૂદને ચંદ્રભાનસિંહની પુત્રી કહી રહી છે. ઓડિયો અનુસાર નીતુસિંહના લગ્ન વર્ષ 2016માં ભાજપના ધારાસભ્ય જાલમસિંહ પટેલના પુત્ર મણિનાગેન્દ્રસિંહ પટેલ ઉર્ફ મોનુ પટેલની સાથે થયા હતા.

ઓડિયોની સમગ્ર વાતચીત

નમસ્કાર હું નીતુ સિંહ, ચંદ્રભાન સિંહની પુત્રી, મારા લગ્ન વર્ષ 2016માં મણિનાગેન્દ્ર ઉર્ફ મોનુ પટેલની સાથે થયા. અમારા અરેન્જ મેરેજ થયા છે. સગાઈના થોડા સમય બાદ મને મારા થનારા પતિ મોનુમાં ઘણું પરિવર્તન જોવા મળ્યું હતું. ક્યાંય પણ આવવા જવામાં રોક ટોક કરવા લાગ્યા હતા. ફોન ડિટેલ્સ ચેક કરવા લાગ્યા, લગ્નના ચાર મહિના પહેલા સોનુ પટેલની ગર્લફ્રેન્ડે મને મેસેજ કર્યો અને ખૂબ ખરાબ ઢંગથી મારી સાથે વાત કરી. કેટલીક જૂની ચેટ પણ મારી સાથે શેર કરી.

થોડા સમય બાદ વધુ કેટલીક યુવતીઓએ કોન્ટેક્ટ કરવાનું શરૂ કર્યું. તો મારું ફેસબુક એકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યું. મોનુની ગર્લફ્રેન્ડે મારી સાથે બીજી વખત સંપર્ક કર્યો અને મારી સાથે ખરાબ રીતે વાત કરી. તેણે મને કહ્યું કે લગ્નના પહેલાથી લઈને લગ્ન પછી સુધી, મારા પતિ અને એ મહિલાનું અફેર ચાલી રહ્યું છે. એવી કેટલીય વાતો તેણે મને કહી, જે મારી અને મારા પતિની સાથે જોડાયેલી હતી. જ્યારે મેં આ વાત મારા પતિ મોનુને કહી તો તેણે સતત પાંચ કલાક સુધી મારી પીટાઈ કરી. મારી સાથે એટલી મારપીટ કરવામાં આવી કે મારા શરીરની દરેક જગ્યાએ ઈજાઓ પહોંચી અને સતત ખૂન વહી રહ્યું હતું. મારપીટ સાથે મારા પતિએ ફાયરિંગ પણ કર્યું હતું. મને એવું લાગી રહ્યું હતું કે હું મરી જઈશ. મારી સાસુએ આ તમામ વસ્તુઓ જોઈ પણ મને વાત દબાવી દેવા માટે કહ્યું.

એક મહિના બાદ હું જ્યારે પીયર ગઈ ત્યારે એક છોકરીનો ફોન આવ્યો. તેણે મને કહ્યું કે તેનું અને મારા પતિનું અફેર ચાલી રહ્યું છે. મેં મોનુને કોન્ફરન્સમાં લઈ વાતચીત કરી તો તેણે અફેરનો સ્વીકાર કર્યો હતો. આ રીતે મારી સામે તમામ વાત ઉજાગર થઈ ગઈ. મેં એ સમયે મારા પતિ પાસેથી છૂટાછેડા માગ્યા. મેં કહ્યું કે, તમે સુખેથી રહો પણ મને છૂટાછેડા આપી દો. થોડા સમય પછી મારા પર બાળક પેદા કરવાનું દબાણ લાદવામાં આવ્યું. મારી સાથે શારીરિક રીતે જબરદસ્તી કરવામાં આવી. આ તમામ વસ્તુઓમાંથી પસાર થયા બાદ એક દિવસ મેં મારા સસરાની સાથે હિમ્મત કરી વાત રજૂ કરી, એમણે મને કહ્યું કે, રાજનીતિમાં આવું બધુ થયા કરે છે.

શરૂઆતમાં હું એક વર્ષ મારા શ્વસુર ગૃહમાં હતી. એ પછી દોઢ વર્ષ હું મારા માતા પિતાને ત્યાં હતી. મારા પતિની સાથે આ વચ્ચે કોઈ વાત થઈ નહીં. એ પોતાની પ્રિયતમાની સાથે રખડતા હતા. લીવ ઈનમાં રહેતા હતા. પોલિસીના પેપર બનાવ્યા હતા. જેમાં મેરિટલ સ્ટેટસ સિંગલ લખ્યું હતું. શ્વસુર ગૃહેથી મારા પર દબાણ લાદવામાં આવી રહ્યું હતું. ધમકી આપવાનું શરૂ કરવામાં આવ્યું. મારું મારા પીયર જવાનું બંધ થઈ ગયું.

હું બધું છોડી મારા માતા પિતાને ત્યાં આવી ગઈ. નોકરી માટે તૈયારી કરી. ત્રણ વર્ષ બાદ હું બધું છોડી ગુડગાંવ આવી ગઈ. જ્યારે પ્રથમ દિવાળી આવી તો મેં સાસુ-સસરાને સમગ્ર પરિવાર સાથે ઘરે આવવા આમંત્રણ પાઠવ્યું. પણ મારા સસરા સિવાય કોઈ આવ્યું નહીં. મેં મારા સસરાને છૂટાછેડા વિશે કહ્યું તો તેમણે મને ધમકી આપી હતી કે, આ વખતે તો તારી જીભ ઊપર છૂટાછેડાનું નામ આવી ગયું પણ હવે પછી આવવું ન જોઈએ. મારા કેસને એપ્લાઈ કર્યે સવા વર્ષ થઈ ગયું છે. પણ કોઈ પહેલ કરવામાં નથી આવી. મારી આશા પૂરી રીતે તૂટી ગઈ છે.

શારીરિક સંબંધોમાં બળજબરી

મારા પતિ બીજી છોકરીઓની સાથે શારીરિક સંબંધ બાંધીને આવતા હતા અને પછી ઘરમાં મારી સાથે સંબંધો બાંધતા હતા. જેનાથી મને ઈન્ફેક્શન થઈ ગયું. ડોક્ટરે મને કહ્યું કે હું છ મહિના સુધી કન્સિવ નહીં કરી શકું. ડર મારી અંદર સુધી બેસી ગયો હતો. ઉંઘતી હોઉં ત્યાંથી હું અચાનક સફાળી બેઠી થઈ જતી હતી. મને ખબર નહોતી પડી રહી કે મારી સાથે શું થઈ રહ્યું છે. અમારી વચ્ચે સંબંધ ફક્ત શારીરિક હતા. એ પણ જબરદસ્તીના. પોતાની મર્દાનગીની નબળાઈનો ગુસ્સો તે મારા પર ઉતારતા હતા. હું ખુશ હતી કે નહીં તેની તેમને કોઈ ચિંતા નહોતી. હું વર્ષ સુધી તેમની સાથે રહી. એમણે એક વખત પણ મારી આંખોમાં ન જોયું. ભોપાલમાં સસરાનું એક સરકારી ધારાસભ્ય નિવાસસ્થાન તેમની મસ્તીનો અડ્ડો છે. એ જ્યારે પણ ભોપાલ જતા, ત્યાં ડ્રગ્સ અને દારૂની પાર્ટીઓ કરતા. કોઈ ને કોઈ છોકરી મને ત્યાંની તસવીરો મોકલી દેતી હતી. એક દિવસ તેમણે છોકરીના શરીર પર ડ્રગ્સ રાખી નશો કર્યો. એ તસવીરો તેમની ગર્લફ્રેન્ડે મને મોકલી હતી. એ મારી સાથે નહોતા એમની ગર્લફ્રેન્ડની સાથે હતા. મને એ વિશે ખબર પડી તો મને ઘણો માર મારવામાં આવ્યો. અમારા સંબંધ એવા હતા કે એ માત્ર શારીરિક સંબંધો જ મારી સાથે બાંધતા હતા. એમાં પણ બળજબરીપૂર્વક.

મોનુ પર 45 કેસ

ધારાસભ્યની પુત્રવધૂ નીતુનો વાઈરલ ઓડિયો તો અહીં સમાપ્ત થાય છે પણ એક ચોંકાવનારી વિગત જતા જતા જણાવતા જઈએ. ધારાસભ્ય જાલમસિંહના પુત્ર મણિનાગેન્દ્રસિંહ ઉર્ફ મોનુસિંહની ઉપર આશરે 45 કેસ ફાઈલ છે. વર્તમાન સમયે તે એક કેસમાં દોષિત હોવાથી જેલની હવા ખાઈ રહ્યો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments