Homeગુર્જર નગરીગુજરાતમાં કોરોના વેક્સિનના 10 કરોડ ડોઝ અપાયા, જાણો વેક્સિન મહાઅભિયાનની શરૂઆતથી અત્યાર...

ગુજરાતમાં કોરોના વેક્સિનના 10 કરોડ ડોઝ અપાયા, જાણો વેક્સિન મહાઅભિયાનની શરૂઆતથી અત્યાર સુધીની ઘટના

Team Chabuk-Gujarat Desk: કોરોના મહામારી સામે લોકોને સુરક્ષિત કરવા વેક્સિન કારગર નિવડી છે. 16 જાન્યુઆરી,2021થી શરૂ થયેલા વેક્સિન મહાઅભિયાન અંતર્ગત કોરોના વેક્સિનના ૧૦ કરોડથી વધુ ડોઝ નાગરિકોને આપવાની સિદ્ધિ ગુજરાતે મેળવી છે. ગુજરાતમાં કોરોના વેક્સિનેશનનો પ્રારંભ સમગ્ર દેશ સાથે તા. ૧૬ મી જાન્યુઆરી-ર૦ર૧થી કરવામાં આવ્યો હતો. તા.૩૧ જાન્યુઆરી-ર૦ર૧થી ફ્રંટલાઇન વર્કર્સનું રસીકરણ શરૂ કરનારૂં ગુજરાત દેશમાં પ્રથમ રાજ્ય બન્યું હતું.

રાજ્ય સરકારે આ વેક્સિનેશન અભિયાનને ઝૂંબેશના સ્વરૂપમાં ઉપાડીને સ્પેશ્યલ સેશન, શાળા-કોલેજો શૈક્ષણિક સંસ્થાઓમાં ખાસ કેમ્પ, વૃદ્ધો અને અન્ય ગંભીર બિમારી ધરાવતા લોકોને નિયર ટુ હોમ સ્ટ્રેટેજી થકી પ્રાયોરિટી ધોરણે વેક્સિનેશન સહિત ‘હર ઘર દસ્તક’ અભિયાનથી રાજ્યભરમાં રસીકરણથી બહુધા લોકો રક્ષિત થઇ જાય તેની સતત કાળજી લીધી હતી. આ સઘન ઝૂંબેશ અને જનજાગૃતિના પ્રયાસો વેગવંતા બનાવી ગુજરાતમાં ૧૮ વર્ષથી વધુ વયના ૪ કરોડ ૮૭ લાખ ૧૧,૬૮૧ એટલે કે ૯૮.૮ ટકા લાભાર્થીને પહેલો ડોઝ, ૪ કરોડ પ૯ લાખ ૩૬ હજાર ૪૮૧ એટલે કે પાત્રતા પ્રાપ્ત વયજૂથના ૯પ.૭ ટકાને બીજો ડોઝ આપી દેવાયો છે. એટલું જ નહિ, તા. ૩ જાન્યુઆરી-ર૦રરથી ૧પ થી ૧૮ વર્ષની વયજૂથના બાળકોને કોવિડ વેક્સિન આપવાની કામગીરી શરૂ કરીને પાત્રતા ધરાવતા ૩પ.પ૦ લાખ બાળકોમાંથી ૭૯.૯ ટકા એટલે કે ર૮,૪૪,૪૯૬ને પહેલો ડોઝ અને પર.ર ટકા એટલે કે ૧૦,૧૦,ર૬૭ને બીજો ડોઝ આપીને સુરક્ષિત કરવામાં આવ્યા છે.

પ્રિકોશન ડોઝ આપવાની કામગીરી ગુજરાતમાં તા.૧૦મી જાન્યુઆરી-ર૦રરથી શરૂ કરીને રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા હેલ્થવર્કર, ફ્રન્ટલાઇન વર્કર્સ તથા ૬૦ વર્ષથી વધુ ઉંમરના કોર્મોબીડ લાભાર્થીઓને આવરી લઇને ૧૬ લાખ ર૧ હજાર ૧૩૮ પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યા છે. સમગ્ર તયા રાજ્યમાં ૧૦ કરોડથી વધુ વેક્સિનેશન ડોઝ તા.૮મી ફેબ્રુઆરી સુધીમાં આપી દેવાયા છે. ગુજરાતે ૧૦ કરોડ ડોઝ આપવાની આ સિદ્ધિ મેળવવા સાથે પ્રતિ દસ લાખ બે ડોઝના લાભાર્થીએ ૯ લાખ ૯૬ હજાર ૭ર૪ વેક્સિન ડોઝ આપીને આ ક્ષેત્રે પણ દેશના મોટા રાજ્યોમાં અગ્રેસરતા મેળવી છે.

અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે રાજ્યમાં વેક્સિન સ્ટોરેજ માટે રરપ૦ સ્ટોર, રપ૯૯ આઇસ લાઇન્ડ રેફ્રિજરેટર, ૮૪૯૩૩ વેક્સિન કેરિયર અને ૪૦૩૪ કોલ્ડ બોક્સ જેવા કોલ્ડ ચેઇન સાધન સમગ્રી ઉપલબ્ધ છે. નાગરિકોને વેક્સિનેશન કવચથી આવરી લેવા ૧ર હજારથી વધુ તાલીમબદ્ધ વેક્સિનેટરની સેવાઓ પણ ઉપલબ્ધ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોને કોરોના વેક્સિનેશનનું સુરક્ષા કવચ આપવા સતત કાર્યરત રહેલા આરોગ્ય કર્મીઓ અને ફ્રન્ટલાઇન વર્કર્સ, કોરોના વોરિયર્સને આ સેવા સિદ્ધિ માટે અભિનંદન પાઠવ્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments