Homeગુર્જર નગરીબનાસકાંઠામાં પૈતૃક જમીન વિવાદમાં બે લોકોની ઘાતકી હત્યા

બનાસકાંઠામાં પૈતૃક જમીન વિવાદમાં બે લોકોની ઘાતકી હત્યા

Team Chabuk-Gujarat Desk: બનાસકાંઠાના બાઈવાડામાં પૈતૃક જમીનના ઝઘડામાં બે લોકોની ઘાતકી હત્યા કરી દેવાઈ. જે મામલે આરોપી સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં હત્યાના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. બાઈવાડા ગામે પૈતૃક જમીનના વિવાદ હત્યામાં પરિવર્તિત થયો.

સમગ્ર ઘટનાની વાત કરીએ તો ચાર ભાઈઓ વચ્ચે જમીન મામલે વિવાદ ચાલી રહ્યો હતો. જે બાબતે તકરાર રાખી મૃતક યુવકના પિતા માના માજીરાણા દર્શનાર્થે ગયા ત્યારે તેમની પર ભેમજી માજીરાણા નામના વ્યક્તિએ છરી વડે ઘાતકી હુમલો કર્યો હતો.

આ બાદ આરોપી ઈજાગ્રસ્ત માનાભાઈના ઘરે પહોંચ્યો હતો અને ત્યાં જઈ તેના પુત્ર અને પુત્રવધુ પર હુમલો કર્યો હતો જેમાં માનાભાઈનો પુત્ર ચેલા માજીરાણા અને પુત્રવધુ શારદા માજીરાણાનું મોત થયું હતું. ભેમજી માજીરાણા, હરજી માજીરાણા અને ભરત માજીરાણા પર હત્યનો આરોપ લાગ્યો છે.

વારસામાં મળી જમીન મળેલી જમીન બાબતે ભાઈઓ વચ્ચે ઝેર પેદા થયું. તેનું પરિણામ હત્યા સુધી પહોંચ્યું. બાઈવાડા ગામે થયેલી હત્યાને લઈ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. હાલ પોલીસે હત્યા કરનારા મુખ્ય આરોપી ધરપકડ કરી છે. જ્યારે અન્ય આરોપીની શોધખોળ શરૂ કરી વધુ તપાસ શરૂ કરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments