Homeગુર્જર નગરીસુરેન્દ્રનગરઃ ત્રણ મહિના પહેલાં વિદ્યાર્થિનીનું અપહરણ કરીને ભાગી ગયેલો શિક્ષક ઝડપાયો

સુરેન્દ્રનગરઃ ત્રણ મહિના પહેલાં વિદ્યાર્થિનીનું અપહરણ કરીને ભાગી ગયેલો શિક્ષક ઝડપાયો

Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગર શહેરમાં ચર્ચિત બનેલી વિદ્યાર્થિનીના અપહરણ ઘટનાનો આરોપી શિક્ષક આખરે ઝડપાઈ ગયો છે. 3 મહિના પહેલા વિદ્યાર્થિનીનું અપહરણ કરીને ભાગી ગયેલો ટ્યૂશન ક્લાસિસનો લંપટ શિક્ષક પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. ટ્યુશન ક્લાસિસમાં આવતી સગીર વિદ્યાર્થિનીનું અપહરણ કરીને સુનિલ દાવડા નામનો શિક્ષક નાસી છૂટ્યો હતો. સુરેન્દ્રનગર સિટી પોલીસે આરોપી શિક્ષકને ત્રણ મહિના પછી અમદાવાદમાંથી ઝડપી પાડ્યો છે. આરોપી શિક્ષકને ઝડપીને પોલીસે જેલ હવાલે કર્યો છે.

સગીર વિદ્યાર્થિનીને ભગાડી ગયો હતો

સુરેન્દ્રનગરમાં વિશ્વાસ ટ્યુશન ક્લાસિસનો શિક્ષક સુનિલ દાવડા ક્લાસિસમાં અભ્યાસ માટે આવતી સગીર વિદ્યાર્થિનીને લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હતો. વિદ્યાર્થિનીનું અપહરણ કરીને શિક્ષક નાસી છૂટ્યો હતો. દીકરીની ભાળ ન મળતાં માતાએ કલ્પાત કરતાં પોલીસને રજૂઆત કરી હતી. ત્યારે ત્રણ મહિના બાદ સુરેન્દ્રનગર પોલીસે લંપટ શિક્ષકને ઝડપીને તેના વિરુદ્ધ પોસ્કો, દુષ્કર્મ અને અપહરણ સહિતના ગુના દાખલ કરી કાર્યવાહી શરૂ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

વિદ્યાર્થિનીનું મિલન માતા-પિતા સાથે કરાવ્યું

પોલીસે લંપટ શિક્ષકથી વિદ્યાર્થિનીને છોડાવી અને 3 માસ બાદ માતા પિતા સાથે મિલન કરાવ્યું હતું. આ કેસમાં ઝડપાયેલા સુનિલ દાવડા નામના લંપટ શિક્ષકની વધુ તપાસ કરવા માટે પોલીસે કોર્ટમાં રિમાન્ડ માંગવાની તજવીજ હાથ ધરી છે.

આજથી ત્રણ માસ અગાઉ સુરેન્દ્રનગરમાંથી સુનિલ દાવડા નામનો એક લંપટ શિક્ષક સગીર વિદ્યાર્થિનીનું અપહરણ કરી નાસી છૂટ્યો હતો. આ ઘટના બાદ આ સગીરાના માતાના રોકકળ અને આક્રંદ સાથેની રજૂઆતથી પોલીસે પણ તાકીદે એક્શનમાં આવીને કાર્યવાહી હાથ ધરી સગીરા સાથે લંપટ શિક્ષકને અમદાવાદથી દબોચી લીધો હતો.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments