IPL સિઝન 13ની સફર પૂરી થઈ. મુંબઈએ ક્રિકેટ પ્રેમીઓના દિલ ફરી એકવાર જીત્યા. અન્ય ટીમે પણ સારું પ્રદર્શન કર્યું. મુંબઈ અને દિલ્હી કેપિટલ્સ માલામાલ થઈ. આ સાથે જ કેટલાક ખેલાડીઓ પર પણ રૂપિયાનો વરસાદ થયો. હવે આ 13 ખેલાડીઓને એકઠા કરી ટીમ બનાવીએ તો આઈપીએલની આ વર્ષની બેસ્ટ ટીમ બની જાય. હા ખેલાડી તો 11 જ હોવાના પણ બે અવેજી તો રાખવા પડે ને?
લોકેશ ભૈયા જિંદાબાદ
કિગ્સ ઈલેવન પંજાબનો કેપ્ટન લોકેશ રાહુલ સિઝનમાં સૌથી સફળ બેટ્સમેન રહ્યો. તેણે સિઝન દરમિયાન કુલ 670 રન બનાવ્યા. સૌથી વધુ રન બનાવી ઓરેન્જ કેપ મેળવી. ઓરેન્જ કેપ બદલ લોકેશ રાહુલને 10 લાખ રૂપિયાનો ચેક અપાયો.
Kagiso Rabada Won Purple Cap Of This #IPL2020 . Most wicket-taker Of this IPL.!! #IPLfinal pic.twitter.com/X9FWe1ox13
— CricketMAN2 (@man4_cricket) November 10, 2020
રબાડા ભૈયાનો તોતિંગ તરખાટ
આ સિઝનમાં સૌથી સફળ બોલર દિલ્હી કેપિટલ્સનો ઝડપી બોલર કાગિસો રબડા રહ્યો. રબાડાએ સિઝનમાં સૌથી વધુ 30 વિકેટ લઈ પર્પલ કેપ પોતાના નામે કરી લીધી. જે બદલ તેને પણ 10 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરાયો.
Award Winners in #IPL2020 :-
— CricketMAN2 (@man4_cricket) November 11, 2020
Emerging Player – Devdutt Padikkal.
Fairplay Award – MI.
Game Changer – KL Rahul.
Super Striker – Kieron Pollard.
Most Sixes – Ishan Kishan.
Powerplayer – Trent Boult.
Purple Cap – Kagiso Rabada.
Orange Cap – KL Rahul.
Most VP – Jofra Archer.#IPL pic.twitter.com/749N1o7p7j
આ ઉપરાંત IPLના ખાસ એવોર્ડ કેટલાક ખેલાડીને અપાયા.
- ગેમચેન્જર- કે.એલ.રાહુલ
- ઈમર્જિંગ પ્લેયર- દેવદત્ત પડ્ડીકલ
- સુપર સ્ટ્રાઈકર- કિરોન પોલાર્ડ
- સૌથી વધુ સિક્સ- ઈશાન કિશન
- પાવરપ્લેયર- ટ્રેન્ટ બોલ્ટ
- મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર- જોફરા આર્ચર
ઈમર્જિંગ પ્લેયર
રોયલ ચેલેન્જર બેંગ્લોરના આ યુવાન ખેલાડીએ સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું. જેના કારણે તેને ઈમર્જિંગ પ્લેયરનો એવોર્ડ અપાયો. પડ્ડીકલે સિઝનમાં પાંચ અર્ધસતક સાથે કુલ 473 રન બનાવ્યા.
WHAT A CATCH! Padikkal with a blinder off of Siraj. Tiwary 5 (8). 72/3 (10.4). #ipl2020 #RCBvMI pic.twitter.com/oxNMTUJwEo
— Paul Watson 🇿🇦🌍🇮🇪🇿🇼💕🏏 (@watsonmpaul) October 28, 2020
ગેમ ચેન્જર ઓફ ધ સિઝન
કિગ્સ ઈલેવન પંજાબના કેપ્ટન કે.એલ.રાહુલને આ એવોર્ડ અપાયો. તેને સિઝનમાં સારું પ્રદર્શન કરી કુલ 976 ફેન્ટસી અંક મેળવ્યા છે. આઈપીએલની થ્રોન તેના હાથમાં ન આવી પણ તેનું પ્રદર્શન શાનદાર રહ્યું.
Confirmed :- in IPL 2020
— CricketMAN2 (@man4_cricket) November 10, 2020
•KL Rahul won the Orange Cap.
•Kagiso Rabada won the purple cap.
Two New Winners.!!#IPL2020 #IPLfinal pic.twitter.com/7aiKsfqLx6
સુપર સ્ટ્રાઈકર ઓફ ધ ટૂર્નામેન્ટ
મુંબઈ ઈન્ડિયન્સના ‘બાહુબલી’ બેસ્ટમેનને આ સન્માન અપાયું છે. પોલાર્ડે આ સિઝનમાં 191ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા અને મુંબઈને કેટલીય વાર જીતના દ્વાર સુધી પહોંચાડી
મોસ્ટ સિક્સીઝ
આ સિઝનમાં ઈશાન કિશન શાનદાર ફોર્મમાં નજરે પડ્યો. સમગ્ર સિઝન દરમિયાન તેણે સૌથી વધુ 30 છગ્ગા ફટકારી આ ખિતાબ પોતાના નામે કર્યો.
Most runs for Uncapped player in single IPL season.
— Manish (@iHitman55) November 10, 2020
516 – Ishan Kishan (2020)
512 – Suryakumar Yadav (2018)#IPL #MI pic.twitter.com/NA8JyRr0kA
પાવર પ્લેયર ઓફ ધ સિઝન
મુંબઈ ઈન્ડિયન્સના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે આ સિઝનમાં ઘાતક બોલિંગથી ક્રિકેટરસિકોનું ધ્યાન ખેંચ્યું. બોલ્ટે પાવર પ્લેમાં 16 વિકેટ ઝડપી. આમ, તેણે પાવર પ્લેમાં એક સિઝનમાં સૌથી વધુ વિકેટ ઝડપવાની સિદ્ધિ મેળવી. આ પહેલાં મિશેલ જ્હોનસનના નામે આ રેકોર્ડ હતો.
મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર
રાજસ્થાન રોયલ્સના ઝડપી બોલર જોફ્રા આર્ચરના ફેન્સ પણ આ સિઝનના કારણ વધી ગયા. આર્ચરે સિઝનમાં પોતાનું બેસ્ટ આપ્યું. 14 મેચમાં તેણે કુલ 113 રન બનાવ્યા સાથે જ 20 વિકેટ પણ ઝડપી. આ ઉપરાંત તેણે સિઝનમાં 10 છગ્ગા ફટકાર્યા તેમજ 5 કેચ પણ ઝડપ્યા. આમ, આર્ચરે દરેક ક્ષેત્રે સારું યોગદાન આપ્યું.
— Jofra Archer (@JofraArcher) November 10, 2020