Homeદે ઘુમા કેમિત્રો... રોહિત શર્માએ મુંબઈની જીત બાદ એક આડકતરો ઈશારો કોહલીને કરી દીધો...

મિત્રો… રોહિત શર્માએ મુંબઈની જીત બાદ એક આડકતરો ઈશારો કોહલીને કરી દીધો છે

દિલ્હી કેપિટલ્સને હરાવીને મુંબઈ ઈન્ડિયન્સે IPL ટ્રોફી પર પાંચમી વાર કબજો મેળવી લીધો છે અને જીતનું પુનરાવર્તન કર્યું છે. દિલ્હી કેપિટલ્સે જીત માટે 157 રનનું લક્ષ્ય આપ્યું હતું જે મુંબઈ ઈન્ડિયન્સે આસાનીથી મેળવી લીધું હતું. મેચમાં મુંબઈના કેપ્ટન રોહિત શર્માનો જાદુ ફરી એક વખત ચાલ્યો હતો.

રોહિતે 51 બોલમાં 4 છગ્ગા અને 5 ચોગ્ગાની મદદથી 68 રન ફટકારી જીત માટે મહત્વનું યોગદાન આપ્યું. આ ઉપરાંત ઈશાન કિશન 33, ક્વિન્ટન ડી કોક 20, સૂર્યકુમાર યાદવ 19, પોલાર્ડ 9, હાર્દિક પંડ્યા 3 અને કૃણાલ પંડ્યાએ 1 રનનું યોગદાન આપ્યું હતું.

મુંબઈના બોલર્સ પણ દિલ્લી કેપિટલ્સ પર ભારે પડ્યા. શરૂઆતમાં જ વિકેટ ઝડપી લઈ દિલ્હીના બેટ્સમેનના હાથ બાંધી રાખ્યા. જેના કારણે દિલ્હી કેપિટલ્સ મોટા સ્કોર સુધી પહોંચી ન શકી. બોલ્ટે દિલ્હીના સલામી બેટ્સમેન સ્ટોઈનિસને શૂન્ય રને પેવેલિયનનો રસ્તો બતાવ્યો તો રહાણેએ પણ 2 રનમાં ચાલતી પકડી હતી.

મુંબઈ તરફથી બોલ્ટે 3 વિકેટ, કલ્ટરે 2 અને જયંત યાદવે 1 વિકેટ ઝડપી હતી. જ્યારે બુમરાહ ફાઈનલમાં એક પણ વિકટ ઝડપી શક્યો નહીં જેના કારણે પર્પલ કેપ પણ ચુકી ગયો. મેન ઓફ ધ મેચ બોલ્ટ રહ્યો. બોલ્ટને ટ્રોફી અને પાંચ લાખ રૂપિયાનો ચેક અર્પણ કરાયો.

પ્રથમ બેટિંગ માટે ઉતરેલી દિલ્હીને આશા હતી કે સ્કોરને 200 કે તેની આસપાસ લઈ જવાય. જોકે પ્રારંભિક ઝટકાએ દિલ્હીની આશાઓ પર પાણી ફેરવી દીધુ હતું. દિલ્હી તરફથી બે યુવા ખેલાડી શ્રેયસ અય્યર અને ઋષભ પંતે અનુભવી ખેલાડીઓ સામે ટક્કર લઈ ટીમને એક સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી.  

દિલ્હી તરફથી શ્રેયસ અય્યરે 2 છગ્ગા અને 6 ચોગ્ગાની  મદદથી અણનમ 65 રન ફટકાર્યા. તો સામે છેડેથી ઋષભ પંતે 38 બોલમાં 2 છગ્ગા અને 4 ચોગ્ગાની મદદથી 56 રન નોંધાવ્યા.

શ્રેયસ અને પંતની 96 રનની પાર્ટનરશીપથી દિલ્હીના ખેલાડીઓનો ઉત્સાહ વધ્યો હતો. શાનદાર ફોર્મમાં ચાલી રહેલો ધવન ફાઈનલમાં જ નિષ્ફળ રહ્યો હતો. ધવન માત્ર 15 રન જ બનાવી શક્યો. આ ઉપરાંત અક્ષર પટેલે 9 અને હેટમાયરે ટીમ માટે 5 રન જોડ્યા હતા.

IPLની 13મી સિઝનમાં પણ પોતાની મહેનતથી ટીમ અને ખેલાડીઓ માલામાલ થયા. ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને 20 કરોડ રૂપિયા જ્યારે દિલ્હી કેપિટલ્સને 12.5 કરોડ રૂપિયાનું ઈનામ મળ્યું.

જીત બાદ રોહિત શર્માએ કહ્યું કે, ‘જે રીતે સિરીઝમાં ટીમે પ્રદર્શન કર્યું છે. મેં ટૂર્નામેન્ટમાં શરૂઆતમાં જ કહ્યું હતું કે, અમારે જીતની આદત બનાવી રાખવી જરૂરી છે. અમે તેનાથી વધુ કોઈ આશા ન હતા રાખી શકતા. અમે પહેલા બોલથી પ્રયાસ શરૂ કર્યો અને ત્યારબાદ પાછળ વળીને ન જોયું. સહયોગી સ્ટાફને પણ એટલો જ શ્રેય જાય છે.’

રોહિત શર્માએ વધુમાં કહ્યું કે, ‘હું ખેલાડીઓ પાસેથી સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરાવવા માટેની તકની શોધમાં હતો. હું એવા કેપ્ટનમાંથી નથી જે ખેલાડીઓ પાછળ પડી રહે. તેમનામાં આત્મવિશ્વાસ ભરવો એ મહત્વનું છે. કૃણાલ, હાર્દિક અને પોલાર્ડ લાંબા સમયથી પોતાની ભૂમિકા નિભાવી રહ્યા છે. તેઓ જાણે જ છે કે તેમણે શું કરવાનું છે.’

હવે રોહિત શર્માના આ નિવેદનના કારણે અન્ય એક ચર્ચા પણ ઉઠી છે. ચર્ચા છે કે રોહિત શર્માએ વિરાટ કોહલી પર આડકતરી રીતે ઈશારો કર્યો છે. છેલ્લા કેટલાય સમયથી રોહિત અને કોહલી વચ્ચે થોડી અનબનની વાતો છે.

એવામાં રોહિતના આ નિવેદનથી ક્રિકેટજગતનું વાતાવરણ ગરમાયું છે. એવું માનવામાં આવે છે કે, કોહલી ગરમ મિજાજનો કેપ્ટન છે. તેને ગુસ્સો તરત આવી જાય છે. આ જ કારણે ખેલાડીઓનો આત્મવિશ્વાસ ઓછો થાય છે.

એવું પણ માનવામાં આવે છે કે, કોહલી સફળ કેપ્ટન નથી. કોહલીની જે અત્યારે સેના છે તે મહેન્દ્રસિંહ ધોનીના કારણે છે. ધોનીએ કોહલીને એક મજબૂત ટીમ બનાવીને આપી છે જેના કારણે તે સફળતાના શિખરો સર કરી રહ્યો છે. 

દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ અય્યરે કહ્યું કે, ‘IPL હંમેશાં આપણને આશ્ચર્યમાં મૂકી દે છે. આ લીગ કદાચ સૌથી અઘરી લીગમાંથી એક હતી. આ લીગમાં રમવાનો અનુભવ બહુ અદભુત છે. આ શાનદાર સફર રહી. મને મારા ખેલાડીઓ પર ગર્વ છે. ફાઈનલમાં પહોંચવું કોઈ નાની વાત નથી. આ શાનદાર ઉપલબ્ધી છે. આઈપીએલ જીતવી તેના કરતાં વધુ છે. તે આનાથી એક પગલું આગળ છે.’

અય્યરે કોચ રિકી પોન્ટિંગનો પણ આભાર માન્યો હતો અને કહ્યું કે, ‘મે અત્યાર સુધીમાં જે લોકો સાથે કામ કર્યું છે તેમાંથી રિકી સૌથી શ્રેષ્ઠ છે. તેઓ જેટલી આઝાદી આપે છે તે શાનદાર છે. રિકી આત્મવિશ્વાસથી ભરેલા કોચ છે. તેઓ જે રીતે ખેલાડીઓને પ્રેરિત કરે છે તે શાનદાર છે.’

સામા પક્ષે પોન્ટિંગે પણ યુવા ખેલાડી અય્યરના વખાણ કર્યા. તેણે કહ્યું કે, તે શાનદાર યુવા ખેલાડી છે. શાનદાર કેપ્ટન અને સારો વ્યક્તિ છે. છેલ્લા 12 મહિનામાં તેનું કદ બહું વધ્યું છે’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments