Homeગુર્જર નગરીરાઘવજી પટેલના દિલ્હીમાં ધામા: ગુજરાતના ખેડૂતો માટે શું કરી માંગણી તમે પણ...

રાઘવજી પટેલના દિલ્હીમાં ધામા: ગુજરાતના ખેડૂતો માટે શું કરી માંગણી તમે પણ જાણો

Team Chabuk-Gujarat Desk: રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે ગઈ કાલે દિલ્હી ખાતે કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી મનસુખ માંડવીયા તથા કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી તથા શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ગુજરાતના ખેડૂતોના વિવિધ પ્રશ્નો બાબતે ચર્ચા કરી હતી.

 દિલ્હી ખાતેની આ મુલાકાત દરમ્યાન કૃષિમંત્રી રાઘવજી પટેલે આંતરરાષ્ટ્રીય સ્તરે રાસાયણિક ખાતરની અછત હોવા છતાં ગુજરાતના ખેડૂતોને જરૂરિયાતના સમયે યુરિયા ખાતર તથા DAP ખાતરનો પૂરતો જથ્થો પહોંચાડીને સમયસર મદદ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પને સાર્થક કરવામાં મદદરૂપ થવા બદલ કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી મનસુખ માંડવીયાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. આ સાથે જ કૃષિમંત્રીએ આગામી ખરીફ ઋતુમાં રાજ્યના આયોજન પ્રમાણેનો ખાતરનો પુરવઠો ગુજરાતના ખેડૂતોને સમયસર મળી રહે એ માટે રજૂઆત પણ કરી હતી. જેના પ્રત્યુત્તરમાં  કેન્દ્રીય મંત્રીએ ગુજરાતના ખેડૂતોને ખાતરનો પુરવઠો સમયસર પહોંચાડવાની બાહેંધરી આપતાં કૃષિમંત્રીએ આભાર વ્યક્ત કર્યો હતો. રાઘવજી પટેલ સાથે આ મુલાકાત દરમિયાન સાંસદ પુનમબેન માડમ,  સાંસદ રામ મોકરિયા સાથે રહ્યા હતા.

આ ઉપરાંત કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન તથા શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવ સાથેની મુલાકાતમાં જામનગર ગ્રામ્યના ખીજડીયા પક્ષી અભયારણ્યને રામસર સાઈટ તરીકે જાહેર કરવા બદલ આભાર વ્યકત કર્યો હતો. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી આ ક્ષેત્રને એક નવી ઓળખ મળવા સાથે ક્ષેત્રના વિકાસને વેગ પણ મળશે. સાથે જ ખીજડીયા પક્ષી અભયારણ્યની રામસર સાઈટ ખાતે વધુ રિસર્ચ,પક્ષી સંરક્ષણ, રોજગાર, પ્રવાસન, અને વિકાસકાર્યોને આગળ ધપાવવા માટે તથા રાજ્યના પર્યાવરણને લગતા અન્ય મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી. આ મુલાકાત દરમિયાન સાંસદ પુનમબેન માડમ, રમેશ ધડુક તથા સાંસદ રામ મોકરીયા સાથે ઉપસ્થિત હતા.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments