Homeગુર્જર નગરીલંપટ શિક્ષકના કારનામાઃ સગીર વિદ્યાર્થિનીને ભગાડી જઈ લગ્ન કરવા માટે દસ્તાવેજો સાથે...

લંપટ શિક્ષકના કારનામાઃ સગીર વિદ્યાર્થિનીને ભગાડી જઈ લગ્ન કરવા માટે દસ્તાવેજો સાથે ચેડા કરી લગ્ન રજિસ્ટર કરાવી લીધા

Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગરમાંથી એક સગીર વિદ્યાર્થિનીને ભગાડી જનાર ટ્યુશન ક્લાસિસના શિક્ષકના કારનામા બહાર આવી રહ્યા છે. પોલીસે ઝડપેલા આરોપી શિક્ષકની પુછપરછ અને તપાસમાં અનેક તથ્યો બહાર આવી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં અભ્યાસ કરતી અને કૌટુંબિક સગાની સગીર વિદ્યાર્થિનીને વિશ્વાસ ટ્યુશન ક્લાસિસનો શિક્ષક સુનિલ દાવડા ભગાડી ગયો હતો. વિદ્યાર્થિનીને અમદાવાદ લઈ જઈ અમદાવાદના શીંગરવા વિસ્તારમાં અભ્યાસ કરતાં હોવાનું કહીને ભાડે રહ્યા હતા. અને અંતે રૂપિયા ખુટતાં સુરેન્દ્રનગર આવતા જ બન્નેને પોલીસે ઝડપી લીધા હતા.

આરોપી શિક્ષકે સગીર વિદ્યાર્થિની સાથે લગ્ન કરવા માટે વિદ્યાર્થિનીની ઉંમર વધુ બતાવવા દસ્તાવેજો સાથે પણ છેડછાડ કરી હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ અંગેની કલમો પણ પોલીસે ઉમેરીને તપાસ હાથ ધરી છે. આરોપી શિક્ષક સુનિલ દાવડા નવા વર્ષના દિવસે સગીર વિદ્યાર્થિનીને લલચાવી, ફોસલાવી અને લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હતો. આ બનાવ બાદ વિદ્યાર્થિનીની માતાએ સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આરોપી શિક્ષક સુનિલ દાવડા અને વિદ્યાર્થિનીએ અમદાવાદમાં એક રૂમ ભાડે રાખીને રહેવાનું શરૂ કર્યું હતું. પરંતુ આ દરમિયાન રૂપિયા ખુટી રહેતા 3 ફેબ્રુઆરીના રોજ સુનિલ દાવડા વિદ્યાર્થિનીને લઈને સુરેન્દ્રનગર પરત આવ્યો હતો અને પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.

આ લંપટ શિક્ષકની સામે સગીરાનું અપહરણ અને દુષ્કર્મ સહિતની કલમો લગાવવામાં આવી છે. ત્યારે પોલીસની તપાસમાં તેણે સગીરાના આધારકાર્ડ અને સ્કૂલ લીવીંગ સર્ટિફીકેટ સાથે ચેડા કર્યા હોવાનું ખૂલ્યુ હતુ. સગીરાનો જન્મ વર્ષ 2004માં થયો હતો. જ્યારે સગીરા સાથે લગ્ન કરી શકે તે માટે શિક્ષક સુનિલે આધારકાર્ડ અને સ્કૂલ લિવીંગ સર્ટિમાં છેડછાડ કરી તેમાં જન્મ તારીખનું વર્ષ 2003 કરી નાખ્યું હતુ. ખોટા દસ્તાવેજના આધારે સુનિલે અમદાવાદના વકીલ શૈલેષ સોલંકી અને ગોર મહારાજ મહેશ શ્રીમાળી દ્વારા ગોમતીપુરમાં લગ્ન પણ રજિસ્ટર કરાવી લીધા હતા.

આથી સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસે સુનીલ સામે અસલ દસ્તાવેજોમાં છેડછાડ અને ખોટા દસ્તાવેજો સાચા તરીકે રજુ કરવા તથા બાળલગ્નના ગુનાની કલમો પણ ઉમેરી છે. પોલીસ દ્વારા તેને કોર્ટમાં રજુ કરાતા કોર્ટે જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments