Team Chabuk-Gujarat Desk: રાજ્યના નાગરિકોને ઘર આંગણે મહેસૂલી સેવાઓ મળી રહે તે માટે મહેસૂલી મેળાઓ યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મહેસૂલી સેવાઓના લાભો સત્વરે મળી રહે તેમજ પ્રશ્નોનો સ્થળ પર નિકાલ થાય તે માટે મહેસૂલ વિભાગે નવતર અભિગમ હાથ ધર્યો છે. જેના ભાગરૂપે આગામી સમયમાં રાજ્યભરમાં જિલ્લા મથકોએ ‘મહેસૂલ મેળા’ યોજવામાં આવશે.
મહેસૂલી મેળામાં શુ હશે?
મહેસૂલી સેવાઓ તેમજ પ્રશ્નોના સ્થળ પર જ નિકાલ માટે નવસારી જિલ્લામાંથી મહેસૂલ મેળાનો રાજ્યવ્યાપી નવસારી થઈ શુભારંભ કરવામાં આવ્યો છે. મહેસૂલ મેળામાં જિલ્લા કક્ષાના આઠ અલગ અલગ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. કોવિડની ગાઇડલાઇનને ધ્યાને રાખીને યોજાનાર મેળામાં નામ કમી કરવુ, નવું ઉમેરવું, સર્વે, નવી એન્ટ્રી તેમજ રિ-સર્વે સહિતના પ્રશ્નોનો સ્થળ પર નિકાલ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. તેમાં જરૂર પડ્યે વિભાગનું માર્ગદર્શન પણ લેવામાં આવશે.
ગુજરાત સરકારના પ્રવક્તા અને મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કેબિનેટ બેઠક બાદ પત્રકારોને જણાવ્યુ હતુ કે, આ મહેસૂલ મેળા સતત ચાલતી પ્રક્રિયા હોવાથી આવનારા સમયમાં એક દિવસમાં બે જિલ્લામાં મહેસૂલી મેળાનું આયોજન હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત મહેસૂલ કચેરીની ઓચિંતી મુલાકાત લેવાનું ચાલુ રહેશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
