Homeગુર્જર નગરીજૂનાગઢ-સોમનાથ હાઈવે પર કાર એવી રીતે સાત ગોથા ખાઈ ગઈ જાણે રોહિત...

જૂનાગઢ-સોમનાથ હાઈવે પર કાર એવી રીતે સાત ગોથા ખાઈ ગઈ જાણે રોહિત શેટ્ટીની ફિલ્મનું શૂટિંગ ચાલતું હોય

Team Chabuk-Gujarat Desk: જૂનાગઢ-સોમનાથ હાઈવે પર વેરાવળ નજીક એક કાર અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જોકે આ સીસીટીવી ફૂટેજ ત્યાંના જ છે તેવી ચોક્કસ માહિતી નથી મળી રહી, કારણ કે હજુ સુધી આ અંગેની સંપૂર્ણ વિગતો સામે નથી આવી. આ સીસીટીવીને જોનારાઓના જીવ તાળવે ચોંટી જાય છે અને એક જ વાત મનમાં વિચરતી રહે છે કે અંદર રહેલા ડ્રાઈવરનું શું થયું હશે? ડ્રાઈવરની સાથે અન્ય કોઈ વ્યક્તિ હશે તો તેનું શું થયું હશે? આ અકસ્માત કંઈ સામાન્ય નથી. જાણે રોહિત શેટ્ટીની ફિલ્મનું શૂટિંગ ચાલતું હોય અને દિલધડક સ્ટન્ટ થઈ રહ્યો હોય એવું આ દૃશ્ય છે.

જોતજોતામાં રમકડાંની જેમ કાર એક બાજુના રોડ પરથી ડિવાઈડર ઉપર ચડી ત્યાંથી સામેના રોડ પર ચાલી જાય છે અને પછી ફૂટબોલના દડાની માફક ગોથા ખાવા લાગે છે. ધૂળના ગોટેગોટા ઉડવા લાગે છે. કાર એક બે નહીં કુલ સાત ગોથા ખાય છે. આસપાસમાં નાળિયેરીના મોટા મોટા વૃક્ષો છે. જોકે કોઈ અન્ય વાહન તેની ઝપેટમાં આવ્યું હોવાના સમાચાર નથી. આ એક્શન દૃશ્યોએ થોડી વાર માટે આસપાસના લોકોની આંખો વિસ્ફારીત કરી દીધી હતી.

કાર બરાબર જ ચાલી રહી હતી, પણ અચાનકથી ડ્રાઈવરે કાબુ ગુમાવતા એ જમણી બાજુથી ડાબી બાજુ તરફ ડિવાઈડર પર ઉપર ચડી ગઈ. પોલીસ ફરિયાદ નોંધાઈ ન હોવાના કારણે અકસ્માતનું પરફેક્ટ સ્થળ કયું છે તેની માહિતી હાથ લાગી નથી. જોકે આ અકસ્માતે ભલભલાની છાતીના ધબકારા વધારી દીધા હોય તેમાં અતિશ્યોક્તિ નથી.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments