Team Chabuk-Gujarat Desk: જૂનાગઢ અને તેની આસપાસના વિસ્તારોમાં વન્ય પ્રાણીઓ પોતાના વિસ્તારમાંથી નીકળી શિકારની શોધમાં માનવ વસાહતમાં આવી ચડતા હોય છે. સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા સિંહના આટાફેરા મારતા વીડિયો તેનું મોટું પ્રમાણ છે. પણ સિંહથી ભયાનક અને લુચ્ચું જાનવર દીપડો છે.
ભૂતકાળમાં અસંખ્ય વખત દીપડાએ માનવ પર હુમલો કર્યો છે. ત્યાં સુધી કે જૂનાગઢના વિસાવદર પંથકની ધરતીને તો દીપડાએ અવાર નવાર હુમલા કરી ધ્રુજાવી દીધી હતી. ખાસ તો જ્યારે કોઈ ગામમાં ગૌશાળા હોય ત્યારે દીપડો ત્યાંનો હેવાયો થઈ જાય છે. ત્યાં માગ્યો શિકાર મળે છે. પાદરિયા ગામની ગૌશાળા પાસે પણ એક દીપડાનો મૃતદેહ મળ્યો હતો. જોકે તેના મૃત્યુ પાછળનું મુખ્ય કારણ હજુ અકબંધ છે.
જૂનાગઢ નજીકના પાદરિયા ગામ પાસે વીજળીનો જોરદાર શોક લાગતા એક દીપડાના મોત થયાની ઘટના નોંધાઈ છે. જૂનાગઢ નજીકના પાદરિયા ગામે એક ગૌશાળા આવેલી છે. ગૌશાળાની સામેના વિસ્તારમાંથી અગિયાર કેવીની વીજલાઈન પસાર થતી હતી. અહીં એક દીપડાનું વીજળીના શોકથી મૃત્યુ નીપજ્યું છે.
માહિતી મળતા વન વિભાગનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને દીપડાના મોતનું કારણ જાણવાની દીશામાં તપાસ આદરી હતી. પ્રાથમિક દૃષ્ટીએ વન વિભાગના સ્ટાફને એવું લાગી રહ્યું છે કે પક્ષીનો શિકાર કરવા માટે દીપડાએ છલાંગ લગાવી હશે અને તેમાં આ દુર્ઘટના ઘટી હશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
