Team Chabuk-Gujarat Desk: ટેક્નોલોજીના જેટલા ફાયદા છે તેટલા ગેરફાયદા પણ છે. વધતાં જતાં મોબાઈલ, કમ્પ્યુટર અને ઈન્ટરનેટના ઉપયોગ સાથે સાયબર ક્રાઈમનો ગ્રાફ પણ ઉંચો જઈ રહ્યો છે. દિન પ્રતિદિન અનેક પ્રકારના સાયબર ક્રાઈમના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગરના લીંબડીમાં એક શિક્ષિત યુવાન આવી એક ઠગાઈનો ભોગ બન્યો છે. ગઠિયાએ KYC અપડેટ કરવાનું કહીને બેંક ખાતામાંથી 50 હજાર રૂપિયા પડાવી લીધા છે. ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનેલા યુવાને લીંબડી પોલીસ સ્ટેશનમાં પોતાની અરજી દાખલ કરાવી છે.
ઘટનાની વિગતે વાત કરીએ તો, લીંબડીની સ્વામી વિવેકાનંદ સોસાયટીમાં મકાન નંબર-28માં રહેતા પ્રદિપસિંહ મોહબતસિંહ ઝાલાના મોબાઈલ ફોન પર ગત તારીખ 21 જાન્યુઆરીના રોજ સાંજે ચારેક વાગ્યાની આસપાસ વિવેકકુમાર નામનાં વ્યક્તિનો ફોન આવ્યો હતો. વિવેકકુમારે તેના નંબર પરથી પ્રદિપસિંહ ઝાલાના વોટ્સઅપ નંબર પર આઈકાર્ડ મોકલાવી પોતાની ઓળખ આઈડિયા કંપનીમાં કામ કરતો હોવાની આપી હતી.
વિવેકકુમારે પ્રદિપસિંહ ઝાલાને KYC અપડેટ કરવાનું કહી “એનીડેસ્ક” અને “ઓટોમેટિક મેસેજ” એપ ડાઈનલોડ કરવાનું કહ્યું હતું. પ્રદિપસિંહ ઝાલાએ આ બન્ને એપ્લિકેશન ડાઉનલોડ કરતાં જ તેમના બેંક ખાતામાંથી 25,000 રૂપિયા ઉપડી ગયા હતા. ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બન્યાનો ખ્યાલ આવતાં જ પ્રદિપસિંહ ખાતું બંધ કરાવવા HDFC બેંકમાં દોડી ગયા હતા. બેંકે પહોંચે તે પહેલા ફરીથી તેમના બેંક ખાતામાંથી બીજા 25,000 ઉપડી ગયા હતા. પ્રદિપસિંહ ઝાલાએ બાકી વધેલું બેલેન્સ ભાઈના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી પોતાનું બેંક ખાતું બંધ કરાવી દીધું હતું. આ સમગ્ર મામલે લીંબડી પોલીસ સ્ટેશને રૂ.50,000ની ઓનલાઈન છેતરપિંડી કરનાર ગઠિયા વિરુદ્ધ અરજી દાખલ કરાવવામાં છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
