Homeગુર્જર નગરીજૂનાગઢઃ ચાલુ બુલેટે હાથમાં રિવોલ્વર લઈ સીન સપાટા કરતાં યુવકના પોલીસે સીન...

જૂનાગઢઃ ચાલુ બુલેટે હાથમાં રિવોલ્વર લઈ સીન સપાટા કરતાં યુવકના પોલીસે સીન વીંખી નાખ્યા

Team Chabuk-Gujarat Desk: જૂનાગઢમાં એક યુવકને ચાલુ બુલેટે હાથમાં રિવોલ્વર લઈને સીન સપાટા કરવા ભારે પડી ગયા છે. ચાલુ બુલેટે હાથમાં રિવોલ્વર લઈને રસ્તા પર નીકળેલા આ યુવકની હવા પોલીસે કાઢી નાખી છે. હાથમાં રિવોલ્વર લઈને બુલેટ પર ફરતા આ યુવકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં જ પોલીસે આ યુવકની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું છે.

સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે જૂનાગઢમાં હર્ષ દાફડા નામનો યુવાને ચાલુ બાઈકે રોડ પર નીકળીને હાથમાં રિવોલ્વર બતાવવીને સીન સપાટા કરતો હતો. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરવા માટે જૂનાગઢના યુવાને જાહેર રોડ ઉપર રિવોલ્વર બતાવી હતી. જેમાં એક હાથે યુવાન બાઈક ચલાવતો દેખાઈ છે અને બીજા હાથને પોતાના પેન્ટના ખિસ્સામાં નાખી તેમાંથી રિવોલ્વર કાઢીને જાહેરમાં તેનું પ્રદર્શન કરે છે.

બાઈક પર યુવાને રિવોલ્વર હાથમાં રાખીને વીડિયો બનાવ્યો હતો અને રિવોલ્વર સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મળતી માહિતી પ્રમાણે આ યુવાન 18 વર્ષીય હર્ષ દાફડા હોવાનું અને તે જૂનાગઢના મેઘાણીનગરમાં રહેતો હોવાનું સામે આવ્યું છે. યુવક તેના પિતાની લાઇસન્સવાળી રિવોલ્વર લઈને નીકળ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. આ વીડિયો તેણે ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ કર્યો હતો. જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

વીડિયો વાઈરલ થયા બાદ એલસીબી સ્ટાફે તુરંત જ યુવકની ધરપકડ કરી તેની પાસેથી રિવોલ્વર અને બુલેટ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ વાયરલ વીડિયો અંગે પોલીસવડા રવિ તેજા વાસમશેટ્ટીએ તપાસના આદેશ કરતા એલસીબીની ટીમે તપાસ હાથ ધરતા પોલીસને ખાનગીરાહે ચોક્ક્સ બાતમી મળી હતી કે, વાયરલ વીડિયોમાં દેખાતા યુવકનું નામ હર્ષ મનસુખભાઈ દાફડા રહે. મેઘાણીનગર, જૂનાગઢ વાળો છે. જેથી બાતમીના આધારે આ યુવકને રીલાયન્સ મોલ સામે આવેલી રાજ લક્ષ્મી પાર્ક સોસાયટીના રોડ પરથી પોલીસે અટક કરી હતી. જે બાદ તેની તપાસ કરતા તેના જીન્સના પેન્ટના નેફામાંથી હથિયાર મળી આવ્યું હતું.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments