Homeગુર્જર નગરીદસક્રોઈ: ઢગાએ ધોરણ 10ની વિદ્યાર્થિની સાથે શરીર સંબંધ બાંધ્યા અને પછી વેલેન્ટાઈન...

દસક્રોઈ: ઢગાએ ધોરણ 10ની વિદ્યાર્થિની સાથે શરીર સંબંધ બાંધ્યા અને પછી વેલેન્ટાઈન ડેના દિવસે કર્યું એવું કામ….

Team Chabuk-Gujarat Desk: ધોરણ દસમાં અભ્યાસ કરતી એક સગીરાને પ્રેમજાળમાં ફસાવી એક યુવકે વેલેન્ટાઈન ડે પહેલા બે વખત શરીર સંબંધ બાંધ્યા હતા. બાદમાં સગીરાને ધમકી આપી હતી કે તું મારી સાથે નહીં આવે તો હું આત્મહત્યા કરી લઈશ. આમ કહી હાલોલનો યુવક તેને પંચમહાલના નવા ઢીકવા ગામે ખરાબ ઈરાદે લઈ ગયો હતો. આ અંગેની જાણ સગીરાના માતા પિતાને થઈ ગઈ હતી. આખરે આ સમગ્ર ઘટનાક્રમ શું છે તે વાંચો.

ધોરણ દસમાં અભ્યાસ કરતી આ સગીરાની પાછળ મજૂરી કામ કરતો અને પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના નવા ઢીકવા ગામે રહેતો ભાવિક વારંવાર પીછો કરતો રહેતો હતો. બે મહિના પૂર્વે ભાવિકે સગીરા આગળ પોતાની લાગણી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે હું તને પ્રેમ કરું છું, તારી સાથે લગ્ન કરીશ. બાદમાં આ સગીરાને તે બિયારણની ઓરડીમાં લઈ જઈ, સગીરાની ના હોવા છતાં તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા.

સગીરા અને ભાવિક ફોન પર વાતચીત પણ કરતા હતા. વેલેન્ટાઈન ડે નજીક હોય આ યુવકે હું તને વેલેન્ટાઈન ડેના દિવસે લેવા આવીશ એમ કહ્યું હતું. જ્યારે શાળાએથી સગીરા પાછી ફરી રહી હતી ત્યારે ભાવિક ત્યાં આવી પહોંચ્યો હતો. સગીરાની ના હતી પણ ભાવિકે તેને કહ્યું હતું કે, તું મારી સાથે નહીં આવીશ તો હું આત્મહત્યા કરી લઈશ. ભાવિક સગીરાને પેસેન્જર રીક્ષામાં બેસાડી ત્યાંથી નારોલ અને ત્યાંથી સી.ટી.એમ અને ત્યાંથી બરોડા ગોલ્ડ ચોકડીથી થઈ હાલોલ તાલુકાના નવા ઢીકવા ગામે લઈ આવ્યો હતો. બીજી બાજુ દીકરી શાળાએથી પરત ન આવતા પરિવારજનો ચિંતામાં ગરકાવ થઈ ગયા હતા અને પુત્રીને શોધવાની કવાયત આદરી હતી. જ્યાં સગીરાની બહેને તુરણી અવાર નવાર ભાવિકની સાથે ફોન પર વાતચીત કરતી હોવાની જાણકારી માતા પિતાને આપી હતી.

પહેલા તો પરિવારે બિયારણ કંપનીમાં જ્યાં ભાવિક કામ કરતો હતો ત્યાં સંપર્ક કર્યો હતો. પરંતુ ભાવિક હતો નહીં. આખરે તેના મામા પાસેથી મોબાઈલ નંબર લઈ સંપર્ક કર્યો, તો મોબાઈલ નંબર પણ બંધ આવી રહ્યો હતો. માતા-પિતાએ પોતાની પુત્રી માટે ભાવિકના વતન જવાનું નક્કી કર્યું હતું. અહીં માતા પિતાને પોતાની વ્હાલસોયી પુત્રી મળી હતી. માતા પિતા યુવક અને તેના પિતાને અસલાલી પોલીસ સ્ટેશને લઈ આવ્યા હતા. જ્યાં સગીરાએ રડતાં રડતાં પોતાની વ્યથા ઠાલવી હતી અને જણાવ્યું હતું કે તેની ના હોવા છતાં ભાવિકે તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા અને વેલેન્ટાઈન ડેના દિવસે આત્મહત્યા કરી લઈશની ધમકી આપી તેને તેના ગામ ઉઠાવી ગયો હતો. હાલ ભાવિકની વિરૂદ્ધ લગ્નની લાલચ આપી ઉઠાવી ગયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments