Homeગુર્જર નગરીજૂનાગઢ: યુવકને રૂમ પર બોલાવી, મારી નાખવાની ધમકી આપી, રૂપિયા 55,000 પડાવી...

જૂનાગઢ: યુવકને રૂમ પર બોલાવી, મારી નાખવાની ધમકી આપી, રૂપિયા 55,000 પડાવી લેનારા રફુચક્કર થવા ટાણે પોલીસના હાથમાં આવી ગયા

Team Chabuk-Gujarat Desk: જૂનાગઢ શહેરમાં સોશિયલ મીડિયાના માધ્યમથી યુવકનો સંપર્ક કરી તેને મળવા માટે એક વ્યક્તિએ રૂમે બોલાવ્યો હતો. અહીં યુવકને ઘઘલાવી, છરી બતાવી, જાનથી મારી નાખવાની ધમકી આપી રૂપિયા 55,000 પડાવી લીધા હતા. આ ગુનામાં જૂનાગઢની સી ડિવીઝન પોલીસે રફુચક્કર થઈ જવાની ફિરાકમાં રહેલા કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે 43,800 રૂપિયાનો મુદ્દામાલો કબ્જે કર્યો છે.

ઘટનાની પ્રાપ્ત વિગતો કંઈક એવી છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી જૂનાગઢ શહેરનો યુવાન અન્ય વ્યક્તિના સંપર્કમાં આવ્યો હતો. આ વ્યક્તિએ તેને રૂમે મળવા માટે બોલાવ્યો હતો. યુવક રૂમે મળવા ગયો તો અહીં અન્ય લોકો પણ હતા. આ યુવકને બંધક બનાવ્યો હતો. તેને છરી બતાવી અને મારી નાખવાની ધમકી આપી હતી. જેથી યુવાન ડરી ગયો હતો.

બાદમાં યુવકના ગુગલ પે એકાઉન્ટના પિન નંબર મેળવી લઈ તેના ખાતામાંથી કુલ 31,000ની રકમ જ્યારે એટીએમમાંથી 24,000 સહિત 55,000 રૂપિયા પડાવી લીધા હતા. યુવકને ફસાવનારા આરોપીઓને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યાં હતા.

એવામાં પોલીસને જાણકારી પ્રાપ્ત થઈ હતી કે આ સમગ્ર કાંડમાં ઇરફાન ઇકબાલ ગામેતી, શરફરાજ ઉર્ફે ડાબરો બુખારી, અરબાઝ ઉર્ફે ભુરો મકરાણી અને ફૈઝલ ઉર્ફે લાલબાદસા ફકીરની સંડોવણી છે. આ ચારે આરોપીઓ પોલીસના સકંજામાંથી બચી ભાગવા માટે ઘાંચીપટ વિસ્તારમાં રેલવે પાટા પાસે ભેગા થયા હતા. અહીંથી ચારે આરોપીઓ ભાગી જવાની તૈયારીમાં હતા. પોલીસે આરોપીઓ કાયદાના પંજામાંથી છટકે એ પહેલા જ પકડી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી ઉપયોગમાં લીધેલી છરી અને 43,800 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments