Homeગુર્જર નગરીજૂનાગઢ: આ વર્ષે મેળામાં થશે આટલો ખર્ચ, નાગરિકોને મળશે આટલી સુવિધાઓ

જૂનાગઢ: આ વર્ષે મેળામાં થશે આટલો ખર્ચ, નાગરિકોને મળશે આટલી સુવિધાઓ

Team Chabuk-Gujarat Desk: કોરોના મહામારીના કારણે બે વર્ષથી મહાશિવરાત્રીના મેળાની જે રોનક ચાલી ગઈ હતી તે આ વર્ષે ફરી જોવા મળશે. ઉલ્લેખનીય છે કે મેળામાં કોઈ સમસ્યા ન રહે આ માટે ઘટતી જરૂરિયાતોની પૂર્તિ કરવામાં આવી છે. આ માટે અત્યારથી જ મહાનગરપાલિકા દ્વારા તાબડતોડ કામગીરી હાથ ધરવામાં આવી છે. સામે આવ્યું છે કે મેળામાં એક કરોડની રકમ ખર્ચ કરવામાં આવશે. જેમાં નીચે મુજબની વસ્તુઓ ફાળવવામાં આવશે.

સુવિધાપૈસા
મંડપ સર્વિસ અને બેરીકેટ55 લાખ
લાઇટ, સાઉન્ડ અને એલઇડી25 લાખ
સફાઇ પાણી15 લાખ
પરચૂરણ ખર્ચ5 લાખ
ઉતારા મંડળ132 ઉતારા
જંગલ46 ઉતારા
49 પ્લોટ કોમર્શિયલ14 લાખની આવક થશે

મેળા દરમિયાન કોઈ અનહોની ઘટના ન બને આ માટે ભવનાથ ઝોનલ ઓફિસ, જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ, ભવનાથ પોલીસ ચોકી, ભવનાથ રીંગ રોડ, સિટી ફાયર સ્ટેશન ભવનાથ ખાતે પેટ્રોલીંગ અર્થે મિની ફાયર ફાઇટર તેમજ ફાયર બુલેટ તૈયાર રખાશે. જો અતિરિક્ત આવશ્યકતા પડે છે તો કેશોદ, વેરાવળ, ધોરાજી, જેતપુર અને રાજકોટથી વધારાના ફાયર ફાઇટર સ્ટાફ સાથે મેળવી ડ્યુટી ફાળવાશે. ઝોનલ ઓફિસ ભવનાથ સામે, જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ પાસે, ફોરેસ્ટર કચેરીના ગેસ્ટ હાઉસ પાસે આઇસીયુ સારવાર અર્થે બનાવેલ છે.

પાણી સહિતની વ્યવસ્થાઓ

  1. ભવનાથના 5 કુવા અને 11 બોરમાં પાણીનું ક્લોરીનેશન કરાયું છે.
  2. ખાનગી માલીકીના 36 કુવા, 16 બોરમાંથી ઉતારા મંડળને પાણી અપાશે.
  3. પીવાના પાણી માટે 5000 લીટરની 47 પીવીસીની ટાંકી મુકાશે.
  4. 6 હાઇમાસ્ટ ટાવર.
  5. 3000 ટ્યુબલાઇટ.
  6. 500 એલઇડી ફ્લર્ડ લાઇટ.
  7. 200 હેલોઝન લાઇટ.
  8. 400 મેટલ ફલ્ડ લાઇટ લગાવાશે.
  9. 5 સ્થળે જનરેટર રખાશે.
  10. અન્નક્ષેત્રો ઉતારાને ફ્રિ લાઇટ અપાશે.
  11. ભવનાથમાં 7 જાહેર શૌચાલય.
  12. 7 મોબાઇલ ટોયલેટ વાન.
  13. 5 હંગામી ટોયલેટ બ્લોક.
  14. 2 પે એન્ડ યુઝ ટોયલેટ.
  15. 150 યુરિનલ અને શૌચાલય કાર્યરત કરાશે.

આ ઉપરાંત જો કોઈ બીમાર પડી જાય છે અને તેમને તાત્કાલિક સારવારની જરૂર હોય તો મોબાઇલ સારવાર કેન્દ્ર ઉતારા સાઇડમાં રાખેલ છે અહીં એમ્બ્યુલન્સ, સુપર સ્પેશ્યાલીસ્ટ તબીબ, એમબીબીએસ, પેરા મેડીકલ સ્ટાફ રાઉન્ડ ક્લોક ફરજ બજાવશે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments