Team Chabuk-Gujarat Desk: જૂનાગઢ જિલ્લાની શાનને બટ્ટો લગાવનારું કેક-કટીંગ-કાંડ સમગ્ર ગુજરાતમાં ચર્ચાયું હતું. જેમાં કેદી યુવરાજના જન્મદિવસની મહારાજાની જેમ ઉજવણી કરવામાં આવી હતી. ફટકાડા ફોડવામાં આવ્યા હતા. સ્ટેટસ રાખવામાં આવ્યા હતા. બીયર ટકરાવ્યા હતા. સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા આ વીડિયોને બાદમાં જેલતંત્ર દ્વારા જે તે સમયે ફેબ્રિકેટેડ ગણાવવામાં આવ્યો હતો. અને જ્યારે વીડિયો વાઈરલ થયો ત્યારે કેદીઓના પગ નીચે જ નહીં અસંખ્ય અધિકારીઓ પર આફત આવી ગઈ હતી. થોડા સમય પહેલા જ જેલર સહિતના છ કર્મચારીઓની અલગ અલગ જેલમાં બદલી કરવામાં આવી હતી. જેમાં જેલના અધિક્ષક, નાયબ જેલર, સુબેદાર, સિપાહી સહિત છ કર્મચારીઓનો સમાવેશ થાય છે.
કેક-કટીંગ-કાંડમાં હવે આઠ આરોપીઓની વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. ગ્રુપ-2ના જેલર હરીશ કાન્તિભાઈ પટેલે આ સાતેય કેદીઓની સામે ફરિયાદ નોંધાવી છે. આ આરોપીઓની વિરૂદ્ધ જેલના અન્ય કેદીઓ અને સ્ટાફની સામે ધાક ઊભી કરવા, જેલના નિયમોનું ઉલ્લંઘન કરવા સબબ કાર્યવાહી થશે. આ સિવાય જેલમાં થયેલી પાર્ટીનો સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ કરનારા એકાઉન્ટધારકો સામે પણ તપાસ કરી કાર્યવાહી કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોના કોના પર ગુનો નોંધાયો છે તેની લિસ્ટ જોઈ લો.
આ છે આઠ ગુનેગારો
- યુવરાજ પ્રતાપ માંજરીયા
- કિશોર જીલુ ખાચર,
- વિજય કનકરાય ટાંક,
- રૂખડ ભોજા ખાંભલા,
- યુસુફશા અલારખા બાનવા,
- અનુપમ હલ્ડર,
- અમલ હલ્ડર,
- લખન મેરૂ ચાવડા
જૂનાગઢની જેલમાં થયેલી બર્થડે પાર્ટીની ઉજવણી કેટલાય સવાલો ઊભા કરે છે. જેલની અંદર જ્યારે કોઈ કેદી આવે છે ત્યારે તેની સંપૂર્ણ તપાસ કરી બેરેકમાં જવા દેવામાં આવે છે. તો અંદર કેક આવી કઈ રીતે? કેક જ નહીં ફટાકડા પણ કેવી રીતે પહોંચ્યા? આ સિવાય ઉજવણીનો વીડિયો વાઈરલ થયા બાદ અમદાવાદથી અધિકારીઓ આવ્યા હતા. અમદાવાદના સ્ક્વોડ સ્ટાફે તપાસ હાથ ધરતા બે મોબાઈલ અને એક રાઉટર પણ મળી આવ્યું હતું. આ બધું જેલમાં આવે છે ક્યાંથી? જો આ બધું મળી રહેતું હોય તો જેલને જેલ કહેવી કેમ? એવા સવાલો ઊભા થઈ રહ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
