Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના જુના જશાપર ગામની સીમમાંથી અફીણનું વાવેતર ઝડપાયું છે. જુના જશાપર ગામની સીમમાં આવેલા એક ખેતરમાં અફીણનું વાવેતર કરવામાં આવ્યું હોવાની જાણકારી એસઓજીને મળી હતી. જેથી અફીણનો પાક તૈયાર થાય તે પહેલાં જ એસઓજી પોલીસની ટીમ જુના જશાપર ગામની સીમમાં રહેલા આ ખેતરમાં ત્રાટકી હતી અને અફીણનું વાવેતર ઝડપી પાડ્યું હતું. આ ખેતરમાં ખેડૂતે અફીણનું વાવેતર કરવા માટે ચાલાકી વાપરી હતી. કેમ કે ચારેય તરફ ચીકુ અને મોસંબીનો પાક ઉગાડ્યો હતો અને વચ્ચે કોઈને ખબર ન પડે તેમ અફીણનું વાવેતર કર્યું હતું.
મોસંબી અને ચીકુની સુગંધ વચ્ચે અફીણની સુગંધ ઢંકાઈ જાય એ રીતે આ ખેડૂતો અફીણનું વાવેતર કર્યું હતું. અને વધુ આવક રળવાનો આ નવો કીમિયો અપનાવ્યો હતો. જો કે એસઓજીની ટીમે આ છૂપી રીતે કરેલું અફીણનું વાવેતર ઝડપી પાડ્યું છે.
મળતી માહિતી પ્રમાણે એસઓજીની ટીમને બાતમી મળી હતી કે, સાયલા તાલુકાના જુના જશાપર ગામના રમેશભાઈ જેશાભાઈ કાલરીયાનુ ખેતર ગામની સીમમાં આવેલુ છે. તેમણે ખેતરમાં ચારેય તરફ લીંબુ, ચીકુ અને મોસંબીનો પાક ઉભો કર્યો છે. પરંતુ તેની વચ્ચે અફીણનું વાવેતર કર્યું છે. પોલીસે બાતમીના આધારે રેડ પાડી હતી. જેમા 790 કિલો અફીણનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
ખેડૂત પાસેથી પકડાયેલો અફીણનો જથ્થો એટલો બધો હતો કે, સાયલા પોલીસ મથક અફીણના જથ્થાનો સમાવેશ કરવા પણ ફાઁફા પડી ગયા હતા. ખેડૂતની અટકાયત કરીને તેની પાસેથી 23.72 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
ખેડૂતની પૂછપરછ કરતા જાણવા મળ્યુ કે, તેણે હાઈવે પરથી પસાર થતા એક ટ્રક ડ્રાઈવર પાસેથી અફીણના બિયારણ મેળવ્યા હતા. જે બાદ તેણે બુદ્ધિ વાપરીને બાગાયતી ખેતી વચ્ચે અફીણની ખેતી કરી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે કે, ખેડૂતને બિયારણ આપનાર શખ્સ કોણ છે. તથા ખેડૂત કોને અફીણનુ વેચાણ કરવાનો હતો. વગેરે બાબતે હાલ પોલીસ તપાસ કરી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
