Homeદે ઘુમા કેપૈસા ન આપતા ફોકનરે પીએસએલ છોડી, લાહોરની હોટલનું ઝૂમર તોડી નાખ્યાનો આક્ષેપ

પૈસા ન આપતા ફોકનરે પીએસએલ છોડી, લાહોરની હોટલનું ઝૂમર તોડી નાખ્યાનો આક્ષેપ

Team Chabuk-Sports Desk: ઓસ્ટ્રેલિયાના ઓલ રાઉન્ડર જેમ્સ ફોકનરે પાકિસ્તાન સુપર લીગથી હટવાનો નિર્ણય લીધો છે. 31 વર્ષીય ખેલાડીએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પર ગંભીર આરોપ લગાવતા લીગમાંથી ખસી જવાની જાહેરાત કરી છે. શનિવારના રોજ ફોકનરે ટ્વીટર પર બે ટ્વીટ કરી પાકિસ્તાન બોર્ડ પર પૈસા ન આપવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો હતો. જોકે મોડી સાંજે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પોતાનું નિવેદન જાહેર કરી આરોપોનું ખંડન કર્યું હતું. ઉલ્ટાનું એમણે ફોકનર પર જ આરોપ લગાવ્યા હતા.

પીસીબી તરફથી અધિકારીક નિવેદન આપવામાં આવ્યું હતું, જેમાં તમામ દોષ ફોકનરનો હોય તેમ જણાવવામાં આવ્યું હતું. તેના પર બ્લેકમેલિંગ, તોડફોડ અને અફવા ફેલાવવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. એટલું જ નહીં પીસીબીએ કહ્યું હતું કે ફોકનરને સિત્તેર ટકા રકમ આપવામાં આવી છે અને બાકીની રકમ હવે ચૂકવવામાં આવશે. આ સાથે જ પીસીબીએ ભવિષ્યમાં ફોકનરને પીએસએલમાં સામેલ ન કરવાની પણ વાત કરી છે.

ફોકનરે ટ્વીટ કરી લખ્યું છે કે, હું પાકિસ્તાની ક્રિકેટ પ્રશંસકોની માફી માગુ છું. પણ દુર્ભાગ્યવશ મારે અંતિમ બે મેચમાંથી હટવું પડ્યું અને પીસીબી તરફથી મારા નક્કી કરેલા પગારની ચૂકવણી ન કરવાના કારણે મારે પીએસએલ છોડવું પડી રહ્યું છે. હું અહીં શરૂથી જ રહ્યો હતો પણ તેમણે મારી સમક્ષ ખોટું બોલવાનું ચાલુ રાખ્યું હતું.

ફોકનરે વધુમાં લખ્યું હતું કે, આ લીગ છોડવાથી દુ:ખ થાય છે, કારણ કે હું પાકિસ્તાનમાં આંતરાષ્ટ્રીય ક્રિકેટને પરત લાવવા મદદ કરવા ઈચ્છતો હતો. અહીં ઘણી જ યુવા પ્રતિભાઓ છે અને પ્રશંસકો અદભુત છે. પણ જે રીતે મારી સાથે વ્યવહાર કરવામાં આવ્યો છે. એ પીસીબી અને પીએસએલ તરફથી અપમાનિત કર્યાં જેવું છે. મને વિશ્વાસ છે કે તમે બધા મારી સ્થિતિને સમજો છો.

આ અંગે પાકિસ્તાનના ફારિદ ખાને ફોકનર પર આક્ષેપ લગાવતા કહ્યું હતું કે, ફોકનર ભૂતકાળમાં પણ વિવાદમાં રહી ચૂક્યો છે. હું ટ્વીટ કરવા ઈચ્છતો નહોતો પણ મારે કરવી પડી રહી છે. ફોકનરને આજ સવારે જ તેના ઘરે મોકલી દેવામાં આવ્યો છે. લાહોરની પીસી હોટલના ઝૂમરને તેણે તોડી નાખ્યું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments