Homeગુર્જર નગરીછાપું વાંચવું હવે મોંઘું બનશે, આવતીકાલથી છાપાના ભાવમાં વધારો

છાપું વાંચવું હવે મોંઘું બનશે, આવતીકાલથી છાપાના ભાવમાં વધારો

Team Chabuk-Gujarat Desk: અખબાર એ આજે પણ લોકો માટે જરૂરિયાત છે. ઘણા લોકોની સવાર છાપાથી જ શરૂ થતી હોય છે. નાના-મોટા સમાચારોથી વાકેફ રહેવા માટે લોકો છાપું વાંચવું પસંદ કરતાં હોય છે. ત્યારે ગુજરાતમાં આવતીકાલથી છાપું વાંચવા માટે વધારે કિંમત ચૂકવવી પડશે. એટલે કે 21 ફેબ્રુઆરી 2022ના દિવસથી છાપાના કિંમતમાં વધારો કરી દેવામાં આવ્યો છે. આજે 20 ફેબ્રુઆરીના સવારના તમામ અખબારોમાં કિંમતમાં ફેરફાર અંગેની સૂચના વાચકોને આપી દેવામાં આવી છે. સવારના મુખ્ય અખબાર જેવા કે ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર, સંદેશ, નવગુજરાત સમય સહિતના અખબારોનો ભાવ આવતીકાલથી વધી જશે.

તમામ અખબાર સંસ્થાઓએ ભાવમાં 25 ટકાનો વધારો કર્યો છે. હાલ અખબારની કિંમત ચાર રૂપિયા છે. જે 25 ટકાના વધારા એટલે કે એક રૂપિયાના વધારા સાથે આવતીકાલથી પાંચ રૂપિયામાં મળશે. અખબાર સંસ્થાઓ દ્વારા વાચકોને જાણકારી આપવામાં આવી છે કે, સોમવારથી શનિવારના અખબારની કિંમત રૂપિયા 4 ને બદલે રૂપિયા 5 રહેશે અને રવિવારના અખબારની કિંમત રૂપિયા 5 ને બદલે 6 રહેશે. આ નવા ભાવ આવતીકાલથી એટલે કે 21 ફેબ્રુઆરી 2022થી લાગુ પડી જશે.

મહત્વનું છે કે, દિવસે દિવસે વધી રહેલી મોંઘવારીની અસર અખબાર સંસ્થાઓને પણ થઈ રહી છે. છેલ્લા ઘણા સમયથી અખબારના પ્રિન્ટિંગમાં વપરાતા પેપરના ભાવમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે અખબાર માલિકોએ અખબારના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments