Homeગુર્જર નગરીસુરેન્દ્રનગરઃ પરિવાર ફૂલેકામાં ગયો અને તેમના મકાનમાં તસ્કરો ફૂલેકું ફેરવી ગયા !...

સુરેન્દ્રનગરઃ પરિવાર ફૂલેકામાં ગયો અને તેમના મકાનમાં તસ્કરો ફૂલેકું ફેરવી ગયા ! રોકડ સહિત, સાડી, બ્લાઉઝ, ચણિયા અને પેન્ટ પણ લઈ ગયા

Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગરમાં તસ્કરો ફરી બેફામ બન્યા છે. જિલ્લાના મૂળી તાલુકાના રયસંગપરમાં વાડી વિસ્તારમાં રહેતા પરિવારના બંધ મકાનમાં ચોરી થઈ. પરિવાર લગ્નના ફૂલેકામાં હતો ત્યારે જ તસ્કરો તેમના ઘરમાં ફૂલેકુ ફેરવી ગયા.

મૂળીનાં રાયસંગપર ગામે વાડી વિસ્તારમાં રહેતો પરિવાર લગ્નમાં ફુલેકામાં ગયોને મકાનનાં બારણા તોડી રોકડ રકમ, સોનુ, ચાંદિ સહિત 2.29 લાખનો હાથ ફેરો કરી ગયા. જેને લઈને સ્થાનિકોમાં ફફટાડ ફેલાયો છે. સાથે જ સ્થાનિકોએ પોલીસ પેટ્રોલિંગ વધારવાની માગણી કરી છે.

મળતી માહિતી મુજબ મૂળી તાલુકાનાં રાયસંગપર ગામે રહેતા અને ખેતી કરી પોતાનુ ગુજરાન ચલાવતા થોભણભાઇ રત્નાભાઇ મકવાણા ગત તારીખ 16 ફેબ્રુઆરીનાં રોજ ગામમાં જ લગ્ન પ્રસંગ હોવાથી ફુલેકામાં ગયા હતા. આ દરમિયાન તેમના ઘરે કોઇ ન હતું. આ વાતનો લાભ લઈને અજાણ્યા  શખ્સો ઘરમાં ઘૂસ્યા હતા અને તિજોરી તોડી રોકડા રૂપિયા, સોના-ચાંદીના દાગીના તેમજ સાડી, બ્લાઉઝ, ચણિયા અને પેન્ટ સહિત કુલ 2 લાખ 29 હજાર 8000 રૂપિયાનો મુદ્દામાલ લઈ ફરાર થઈ ગયા હતા. થેભણભાઈનું કહેવું છે કે, રોકડા રૂપિયામાં 1 લાખ 58 હજાર 800 રૂપિયા તાજેતરમાં જ વેચેલા કપાસના હતા.

દાવો છે કે, અગાઉ ગામમાં સાત વાર ચોરી થઈ ગઈ છે. જે ગુનાઓના ભેદ હજુ સુધી ઉકેલાયા નથી જેથી પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠ્યા છે. જો કે, આ કેસમાં ફરિયાદીએ આશા વ્યક્ત કરી છે કે, પોલીસ ચોરને વહેલીતકે ઝડપી લેશે અને તેમનો સામાન અને રોકડા રૂપિયા પરત અપવાશે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments