Homeગુર્જર નગરીકિર્તી પટેલ પર વધુ એક આરોપઃ ગોવા-સુરતની ફ્લાઈટની એરહોસ્ટેસને માર માર્યો હોવાનો...

કિર્તી પટેલ પર વધુ એક આરોપઃ ગોવા-સુરતની ફ્લાઈટની એરહોસ્ટેસને માર માર્યો હોવાનો આરોપ

Team Chabuk-Gujarat Desk: સુરતની ટીકટોક ગર્લ કીર્તિ પટેલ ફરી વિવાદમાં આવી છે. હવે સુરતની ડુમસ પોલીસે કીર્તિ પટેલ વિરુદ્ધ એરહોસ્ટેસ પર હુમલો અને ધમકી આપવા મુદ્દે ફરિયાદ નોંધી છે. આરોપ છે કે, ગોવાથી સુરત આવતી ફ્લાઇટમાં મહિલા ક્રૂ મેમ્બર સાથે માસ્ક ન પહરવા મુદ્દે ઝગડો કર્યો હતો. કીર્તિ પટેલે એરહોસ્ટેસ સાથે મારા-મારી કરતા એર હોસ્ટેટ્સ ઈજાગ્રસ્ત થઈ હોવાનું પણ જાણવા મળ્યુ છે.એટલું જ નહીં ગોવા-સુરત-જયપુર ફ્લાઈટમાં તમામ મુસાફરો સામે થયેલા અપમાનને લઈ એરહોસ્ટેસે રાજીનામુ પણ આપી દીધું હોવાની ચર્ચા છે.

ડુમસના પીઆઈ એ.પી.સોમૈયાએ આ અંગે જણાવ્યું હતું કે ઘટના બાદ એરહોસ્ટેસની ફરિયાદ દાખલ કરી છે. તપાસ PSI PK રાઠોડને સોંપાઈ છે. તપાસમાં જે કંઈ પણ બહાર આવશે તેના આધારે કાયદેસરની કાર્યવાહી કરીશું. હાલ આ કેસમાં તપાસ ચાલું છે.

કીર્તિ પટેલ પર તાજેતરમાં જ અમદાવાદની યુવતીએ પણ મારામારીની ફરિયાદ નોંધાવી છે. યુવતીએ આરોપ લગાવ્યો હતો કે, કીર્તિ અને તેના બે સાથીદારોએ તેણી પર લોખંડની પાઈપ વડે હુમલો કરી દીધો હતો. સાથે જ તેની ગાડીના કાચ પણ તોડી નાખ્યા હતા. હાલ આ મુદ્દે પણ કીર્તિ વિરુદ્ધ તપાસ ચાલી રહી છે.

ટીકટોકમાંથી જાણીતી બનેલી કીર્તિ પટેલ અત્યા સુધીમાં અનેક વિવાદમાં આવી ચુકી છે. તેમજ હત્યાના પ્રયાસમાં જેલવાસ પણ ભોગવી ચુકી છે. જો કે, હવે જેલમાં રહેવું તેની આદત પડી ગઈ હોય તેમ એક પછી એક વિવાદમાં ફસાઈ રહી છે.

કીર્તિ પટેલ સોશિયલ મીડિયામાં ખુબ સક્રિય છે. એટલું જ નહીં સોશિયલ મીડિયા પર પણ તે તેના વિવાદીત નિવેદનોના કારણે ટ્રોલ થતી રહે છે. સાથે જ સોશિયલ મીડિયા પર તે અભદ્ર ટીપ્પણી કરતા પણ સહેજ ખચકાતી નથી જેના કારણે પણ તે સતત વિવાદમાં રહે છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments