Homeગુર્જર નગરીઘોડેસવારી અને ડ્રોન ફ્લાઈંગ કોર્ષનો ગુજરાતમાં પ્રારંભ, ભવિષ્યમાં ઉત્તમ કારકિર્દીની તક

ઘોડેસવારી અને ડ્રોન ફ્લાઈંગ કોર્ષનો ગુજરાતમાં પ્રારંભ, ભવિષ્યમાં ઉત્તમ કારકિર્દીની તક

Team Chabuk-Gujarat Desk: દરેક ક્ષેત્રમાં શિક્ષણની જરૂરિયાત ઉભી થઇ રહી છે. વિદેશમાં તેમજ દેશમાં નોકરી માટે ખાસ પ્રકારના કોર્ષ કરવા જરૂરી બને છે. આથી ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી- GTU દ્વારા ખાસ પ્રકારનો ઘોડેસવારી કોર્ષ શરૂ કરવાનું નિર્ણય કરવામાં આવ્યો છે. GTU દ્વારા ઈતિહાસ અને ભવિષ્યને સાંકળીને  ધોડેસવારી અને ડ્રોન ફલાઇંગ બન્ને કોર્ષ શરૂ કરવામાં આવ્યા છે.

નવી પોલિસી બનશે

જી.ટી.યુ ખાતે ધોડેસવારી અને ડ્રોન ફલાઇંગ કોર્ષનો આરંભ કરાવતાં ગૃહ રાજય મંત્રી હર્ષ સંધવીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા પણ ડ્રોન ટેક્નોલોજીની નવી પોલિસી જાહેર કરાશે. આગમી સમયમાં ધોડેસવારી જાણકાર અને ડ્રોન પાયલોટની જરૂરિયાત વધશે.

ડ્રોન ટેકનોલોજીનો બહોળો ઉપયોગ

મોબાઇલનો વ્યાપ જેમ વિશ્વમાં જેમ વધ્યો છે. તેમ નજીકના ભવિષ્યમાં ડ્રોનની માંગ તેટલી જ ઝડપી વઘશે, તેવું કહી ગૃહ  રાજય મંત્રી શ્રી હર્ષ સંધવીએ ઉમેર્યું હતું કે, ભવિષ્યમાં ડ્રોન ટેકનોલોજી થકી આપના ઘરે અનેક વસ્તુઓ પણ સપ્લાય થતી હશે. ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ આજે ખેતી ક્ષેત્રે પણ કરવામાં આવી રહ્યો છે. સિક્યોરીટી માટે જેમ ડ્રોનનો ઉપયોગ હાલમાં કરવામાં આવી રહ્યો છે, તેવું કહી તેમણે ઉમર્યું હતું કે, સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે પણ એન્ટીડ્રોન ખરીદેલ છે. જેની ટૂંક સમયમાં ડિલિવરી થશે. એન્ટીડ્રોન કેમ જરૂરી છે, તેની પણ વિસ્તૃત વાત કરી હતી. રાજ્યની સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગૃહ મંત્રાલય દ્વારા પણ ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સલામતી સંબધીત પગલાં ભરવામાં આવે છે. આજની યુવા પેઢી અને દરેક  વિદ્યાર્થીઓ પણ ડ્રોન ટેક્નોલોજી બાબતે પણ અવગત થાય તે માટે જીટીયુ દ્વારા ડ્રોન ફ્લાઈંગ કોર્સ શરૂ કરવામાં આવ્યા છે, તે વાત પણ પ્રશસંનીય છે.

ઘોડેસવારીની ખાસ ટ્રેનિંગ

તાજેતરમાં પ્રજાસત્તાક દિને ડ્રોન શોમાં ભારતીય ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેની સફળતા થકી આગમી સમયમાં ડ્રોન પાયલોટની જરૂરિયાત કેવી રીતે ઉભી થશે,તેની વિસ્તૃત વાત કરી હતી. તેમણે એવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, જીટીયુના વિદ્યાર્થીઓ પણ આ પ્રકારે ટેક્નોલોજીનો વિકાસ કરીને ડ્રોન શોમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. વર્તમાન સમયમાં પણ ગુજરાત પોલિસમાં ઘોડે સવારી પર પેટ્રોલિંગ કરવામાં આવે છે. તેમના માટે વિશેષ ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. જીટીયુ આ ટ્રેનિંગ શરૂ કરીને ગૃહવિભાગને પણ ભવિષ્યમાં મદદરૂપ થશે.

જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, જીટીયુ દ્વારા ટેક્નોલોજી સંબધીત કોર્સ તો ભણાવાય જ છે. પરંતુ રાષ્ટ્રીય શિક્ષણ નીતિના પરીપ્રેક્ષમાં સર્વાંગી વિકાસ કરતાં કોર્સ પણ જીટીયુ દ્વારા ચલાવવાનું લક્ષ્ય છે. ડ્રોન ફ્લાઈંગ કોર્સમાં આગામી સમયમાં વિદ્યાર્થીઓ રોડ મેપીંગ , જમીનના સર્વે, ઇન્સ્પેક્શન, કૃષિ અને મેડિસીન ડિલિવરી સહિતના વિવિધ કાર્યો ડ્રોન ટેક્નોલોજી થકી કેવી રીતે કરવા તે શિખવવામાં આવશે. જ્યારે ઘોડેસવારીના કોર્સમાં પ્રેક્ટિકલ સહિત તેની થીયરી  અને તેના પર રમાતી આપણી પરંપરાગત રમતો પણ શિખવાડવામાં આવશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments