Team Chabuk-National Desk: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જય પ્રકાશ નડ્ડાનું ટ્વિટર એકાઉન્ટ આજે સવારે હેક થયું હતું. જો કે હેકરે એકાઉન્ટ હેક કર્યા બાદ સોરી લખ્યું હતું. ટ્વિટર એકાઉન્ટ હેક કર્યા બાદ ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવી હતી અને લખવામાં આવ્યું હતું કે,- સોરી મારું એકાઉન્ટ હેક થયું છે. તમામ દાન યુક્રેનની સરકારને આપવામાં આવશે. આમ લખીને હેકરે ક્રિપ્ટોકરન્સી અને બિટકોઈનની લોકો પાસે માંગણી કરી હતી.
BJP national president JP Nadda's Twitter account hacked. pic.twitter.com/AdZ3fh7pd3
— ANI (@ANI) February 27, 2022
જો કે ત્યારબાદ જેપી નડ્ડાનું ટ્વિટર એકાઉન્ટ ફરીથી રિસ્ટોર થઈ ગયું હતું. જેપી નડ્ડા તરફથી કહેવામાં આવ્યું છે કે, અમે આ મામલે સાચું કારણ જાણવા ટ્વિટર સાથે વાતચીત કરી રહ્યા છીએ. ટ્વિટર એકાઉન્ટ હેક થયું તે પહેલાં જેપી નડ્ડીએ ઉત્તર પ્રદેશની ચૂંટણીને લઈને ટ્વિટ કર્યું હતું.
સવારે જેપી નડ્ડીએ કરેલા ટ્વિટમાં લખવામાં આવ્યું હતું કે, આજે ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીના પાંચમાં તબક્કાની 61 બેઠકો માટેના મતદાતાઓને મારી અપીલ છે કે તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને રાજ્યમાં સશક્ત સરકાર બનાવવામાં પોતાની ભાગીદારી નોંધાવે. પ્રથમ વખત મતદાન કરી રહેલા મતદારોને આગ્રહ છે કે લોકતંત્રને મજબૂત કરવામાં આગળ આવે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
