Homeગુર્જર નગરીઐતિહાસિક ઘટનાઃ ભવનાથના ઇતિહાસમાં પ્રથમ વખત બે સંતો મહામંડલેશ્વર બન્યા

ઐતિહાસિક ઘટનાઃ ભવનાથના ઇતિહાસમાં પ્રથમ વખત બે સંતો મહામંડલેશ્વર બન્યા

Team Chabuk-Gujarat Desk: જૂનાગઢમાં ગિરનારની ગોદમાં ઐતિહાસિક ભવનાથ મેળો ચાલી રહ્યો છે. મહાશિવરાત્રિ સુધી આ મેળો ચાલશે. ત્યારે ભવનાથના આ મેળામાં સનાતન ધર્મની ઐતિહાસિક ઘટના ઘટી છે. મેળામાં પ્રથમ વખત મહામંડલેશ્વરનો પટ્ટાભિષેક કરવામાં આવ્યો છે. જેમાં એક નહીં પરંતુ બે સંતોને મહામંડલેશ્વર બનાવાયા છે.

આ ઐતિહાસિક ઘટના અંગે વાત કરતાં શ્રી શંભુ પંચદશનામ જૂના અખાડાના મહાદેવગીરીજીએ જણાવ્યું કે, સામાન્ય રીતે મહામંડલેશ્વર બનવા માટેનો પટ્ટાભિષેક કુંભ મેળામાં થાય છે. પણ આ વખતે જૂનાગઢના ભવનાથમાં 2 સ્થળોએ પટ્ટાભિષેક થઈ રહ્યો છે. જેમાં એક બ્રહ્મલીન મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજીના શિષ્ય શ્રીમહંત હરિહરાનંદ ભારતીજીનો પટ્ટાભિષેક ભારતી આશ્રમ ખાતે અને શ્રી મહંત ઇન્દ્ર ભારતીજીના ઘાંટવડ સ્થિત શિષ્ય શ્રી મહંત મુક્તાનંદ ભારતીજીનો પટ્ટાભિષેક રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ખાતે યોજાઈ રહ્યો છે.

બંને પટ્ટાભિષેક શ્રી શંભુ પંચદશનામ જૂના અખાડાનાં આચાર્ય મહામંડલેશ્વર અવધેષાનંદગીરીજીનાં અધ્યક્ષસ્થાને યોજાઈ રહ્યો છે. જેમાં જૂના અખાડા, આવાહ્ન અખાડા અને અગ્નિ અખાડાનાં તેમજ ગીરનાર ક્ષેત્રનાં વરિષ્ઠ સંતોની ઉપસ્થિતિ રહેશે. આ તકે આંતરરાષ્ટ્રીય અખાડા પરિષદનાં મહામંત્રી હરીગીરીજી મહારાજ, જૂના અખાડાનાં સભાપતિ પ્રેમગીરીજી મહારાજ, ઉમાશંકરભારતીજી મહારાજ, શ્રી મહંત મોહનભારતીજી મહારાજ, તોરણિયાના સંત રાજેન્દ્રદાસજી, સેક્રેટરી કનૈયાગીરી બાપુ, અમૃતગીરી બાપુ સહિતનાં સંતોની ઉપસ્થિતિ રહેશે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments