Homeગુર્જર નગરીમહાશિવરાત્રિ પર્વ નિમિત્તે સોમનાથ મંદિર સતત 42 કલાક દર્શન માટે ખુલ્લું રહેશે,...

મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે સોમનાથ મંદિર સતત 42 કલાક દર્શન માટે ખુલ્લું રહેશે, ઘાર્મિક-આદ્યાત્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમોનો ત્રિવેણી સંગમ રચાશે

Team Chabuk-Gujarat Desk: પ્રતિવર્ષ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રિ પર્વની પારંપરીક ઉજવણી કરવામાં આવતી હોય છે. જેમાં તા. 28 ફેબ્રુઆરી થી તા.01 માર્ચ-2022 દરમિયાન દ્વિ-દિવસીય વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. તા.૦૧-૦૩-૨૦૨૨, મંગળવારે મહાશિવરાત્રિ પર્વે સોમનાથ મંદિર સવારે 4 વાગ્યાથી લઈને સતત 42 કલાક ભક્તજનો માટે ખુલ્લુ રહેશે. ચાર પ્રહરની વિશેષ પૂજાઆરતી, પાલખીયાત્રા, ધ્વજારોહણનું ધાર્મિક-સાંસ્કૃતિક આયોજન કરાય છે, જેમાં ઉપસ્થિત રહી ભક્તો શિવમય બનશે. સોમનાથના માર્ગો શિવભક્તોનાં “જય સોમનાથ”ના નાદથી ગુંજી ઉઠશે. દર્શનાર્થીઓ એ સરકારશ્રીની ગાઇડલાઇનના ચૂસ્ત પાલન સાથે દર્શન કરવાના રહેશે.

વિવિધ કાર્યક્રમો યોજાશે

મહાશિવરાત્રિ મહોત્સવને લક્ષ્યમાં લઈ સોમનાથ આવતા ભાવિકો વિશેષ શિવભક્તિ વિવિધ પૂજાવિધિ નોંધાવી તેમજ ગંગાજળ અભિષેક કરી શકે તેવી વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. મહાદેવજીને સમગ્ર વર્ષમાં કરેલ શિવપૂજાઓ નું જેટલું પુણ્ય હોય, તે માત્ર મહાશિવરાત્રિએ શિવપૂજા-દર્શન કરવાથી પ્રાપ્ત થાય છે. મહાશિવરાત્રિએ ભાવિકો તત્કાલ શિવપૂજન, સુવર્ણ કળશ પૂજન, ધ્વજાપુજન કરી શકે તે માટે મંદિર પરિસરમાં સંકિર્તન ભવનમાં વિશેષ આયોજન કરાયું છે. મહોત્સવનો પ્રારંભ ટ્રસ્ટ તરફથી પારંપરીક ધ્વજાપૂજનથી થશે, મહાશિવરાત્રિએ સવારે બ્રાહ્મણો દ્વારા વેદગાન, પાલખીયાત્રા સહિત વિશેષ કાર્યક્રમો સરકારીશ્રીની કોવિંડ-19ની ગાઇડલાઇન્સના ચુસ્ત પાલન સાથે યોજાશે.

ભક્તો ઘરે બેઠાં પણ કાર્યક્રમ નિહાળી શકશે

આ ઉપરાંત શ્રી સોમનાથ ટ્રસ્ટની વેબસાઈટ, સોશિયલ મીડિયા માધ્યમ થકી પણ દર્શન, આરતી, લાઈવ કાર્યક્રમ દેશ-વિદેશના ભક્તો ઘરે બેઠાં નિહાળી શકશે. સોમનાથ મહાશિવરાત્રિ પર્વે ભક્તો ઘરેબેઠા ઓનલાઇન પૂજાનો ઇ-સંકલ્પ કરી ધન્ય બને તે માટે ઓનલાઇન ઝુમ એપ પર ભક્તો પૂજા તેમજ દર્શન કરી શકશે. પૂજા ટ્રસ્ટની ઉપરોક્ત વેબસાઇટ પરથી નોંધાવી શકાશે.

મહાશિવરાત્રિની રાત્રીએ 12 વાગ્યે મધ્યરાત્રીએ દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ ટ્રસ્ટના સોશ્યલ મીડિયાના માધ્યમથી જોડાઇને શિવ પંચાક્ષર મંત્ર ૐ નમઃ શિવાયનો જાપ કરી શકશે. અને ડીઝીટલ પ્લેટફોર્મના માધ્યમથી મહાશિવરાત્રિના પાવન પવે ઘરબેઠા પણ શ્રદ્ધાળુઓ પણ ઓનલાઇન જોડાઇ ૐ નમઃ શિવાય જાપ થી શ્રી સોમનાથજીની આરાધના કરી શકશે. આ ખાસ વ્યવસ્થા શ્રદ્ધાળુઓ માટે ગોઠવવામાં આવી છે. જેનો વધુમાં વધુ લોકોને લાભ લેવા વિનંતી છે. આ ઓનલાઇન મંત્રજાપમાં જોડાવા માટે ફેસબુક પર ટ્રસ્ટના સોશ્યલ મીડિયા હેન્ડલ @somnathTempleofficial પર રાત્રે 12 થી 12-30 (30-મિનિટ) સૌ જોડાઇને 3ૐ નમઃ શિવાયનો જાપ કરીએ.

મંદિર લાઈટીંગથી ઝગમગશે

ટ્રસ્ટની વેબસાઇટ www.SOMNATH.ORG માં રજીસ્ટ્રેશન કરાવી અથવા તો પોસ્ટ દ્વારા પ્રસાદસેવા મની ઓર્ડર મારફત ભારતભરની કોઈપણ પોસ્ટ ઓફિસ ખાતે નોંધાવી ભક્તો ઘેર બેઠા પ્રસાદ મેળવી શકશે. મહાશિવરાત્રિના દિવસે શ્રી સોમનાથ મંદિર લાઇટીંગથી સુંદર દ્રશ્યમાન થશે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદિર પાસે તેમજ પાર્કિંગમાં એલ.ઇ.ડી સ્કીનમાં લોકો આવતા-જતા સોમનાથ જીના લાઇવ દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી શકે તે રીતે આયોજન કરવામાં આવેલ છે.

જુદા-જુદા દાતાઓના સહયોગથી મહાશિવરાત્રિ પર્વે દર્શનાર્થે પધારતા યાત્રીઓને મહાપ્રસાદ, ફરાળ નિઃશુલ્ક મળી રહે તે પ્રકારની સુંદર વ્યવસ્થા સોમનાથ ચોપાટી ગ્રાઉન્ડ ખાતે ગોઠવવામાં આવેલ છે.

સોમનાથ લોકરંગ મહોત્સવ યોજાશે

28 ફેબ્રુઆરી તથા 1લી માર્ચના રોજ સાંસ્કૃતિક કાર્યક્રમ “સોમનાથ લોકરંગ મહોત્સવ’ નું આયોજન શ્રી સોમનાથ ટ્રસ્ટ, સંસ્કાર ભારતી અને ગુજરાત રાજય અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સહયોગથી શ્રી રામ મંદિર ઓડિટોરીયમ ખાતે કરવામાં આવનાર છે, આ કાર્યક્રમમાં દેશભરમાં જુદા-જુદા રાજ્યોના કલાકારો ભજન, ગરબા, લોકસંગીત, વિવિધ લોકનૃત્યો દ્વારા ભગવાન શિવજીની આરાધના કરશે. જેને લોકો સાંજે 7-30 થી શ્રી સોમનાથ ટ્રસ્ટના સોશ્યલ મીડિયા ડિઝીટલ પ્લેટફોર્મ પરથી નિહાળી શકશે.

ભક્તો માટે તમામ વ્યવસ્થા કરાઈ

શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રેટરી પ્રવિણભાઇ ક. લહેરીના માર્ગદર્શન હેઠળ શ્રી સોમનાથ ટ્રસ્ટના અધિકારી તથા કર્મચારીઓ ઉત્સાહભેર મહા શિવરાત્રિ મહોત્સવમાં આવનાર યાત્રીઓની વ્યવસ્થા હેતુ કામે લાગેલા છે, દિવ્યાંગોને દર્શન અંગેની સહાયતા સ્વાગત કક્ષથી મળશે. વૃદ્ધો તથા અશક્તો તેમજ દિવ્યાંગ યાત્રીકો માટે પાર્કિંગથી મંદિર સુધી પહોચાડવા માટે વિનામુલ્યે વાહન વ્યવસ્થા, સાથે જ સ્વાગત કક્ષથી મંદિર સુધી વાહન-વ્હીલચેર ની વ્યવસ્થા કરવામાં આવશે. યાત્રીકો માટે ક્લોકરૂમ,શુ હાઉસ, પૂજાવિધિ તેમજ પ્રસાદી કાઉન્ટરો, સહિતની વિશેષ વ્યવસ્થા કરવામાં આવનાર છે. મહાશિવરાત્રિના રોજ 24×7 સ્વાગત/પુછપરછ કેન્દ્ર મંદિરના મુખ્ય પ્રવેશ પાસે કાર્યરત રહેશે. જેમના સંપર્ક માટે મો.94282 14917 રહેશે.

સોમનાથમાં મહાશિવરાત્રિએ આવનાર યાત્રિકોને કોઈ મુશ્કેલી ન પડે, કતાર બંધ દર્શન થઇ રહે, પ્રાથમિક સુવિધાઓ જેવી કે પીવાનું પાણી, સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સોમનાથ આવતા દર્શનાર્થીઓને શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી નમ્ર વિનંતી કરવામાં આવે છે કે, સોમનાથ ટ્રસ્ટ, જિલ્લા વહિવટી તંત્ર, જિલ્લા પોલીસ પ્રશાસન, નગરપાલિકા, સફાઈકર્મી સર્વેને મહાશિવરાત્રિ પર્વે જે સુનિયોજીત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, તેમાં સહકાર આપે તેમજ સરકારની કોવિંડ-19 ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરે.

મહાશિવરાત્રિના પવિત્ર મહોત્સવ દરમિયાન મહામૃત્યુંજય યજ્ઞ, ચાર પ્રહરની વિશેષ પૂજા અને આરતી, જ્યોત પૂજન જેવા વિવિધ કાર્યક્રમો યોજાશે. જેની વિગત નીચે પ્રમાણે છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments