Team Chabuk-Gujarat Desk: અમદાવાદમાં એક યુવકે મંગેતરના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો હોવાનો મંગેતર પર આરોપ લાગ્યો છે. આ કેસમાં પોલીસે પહેલાં અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો. જો કે, બાદમાં પરિવારની રજૂઆત અને પુરાવા મેળવી નરોડા પોલીસે મંગેતર વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે. મંગેતર પર આરોપ છે કે, તેણે અને તેના પરિવારે કેનેડા જવા માટે યુવક પાસે પૈસાની માંગણી કરી કરી. તેમનું દબાણ એટલું વધી ગયું હતું કે આખરે યુવકે જીવન ટૂંકાવી લીધુ.
નરોડા વિસ્તારમાં કૈલાશ રોયલ ફલેટના આઈ બ્લોકના 203 નંબરના ફલેટમાં રહેતા માખીજા પરિવારના દીકરાએ આત્મહત્યા કરી લીધી. થોડા દિવસ પહેલાં 30 વર્ષીય લખન માખીજાએ ઘરના હોલમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળે ફાંસો લગાવી લીધો હતો.
આરોપ છે કે, જે યુવતી સાથે તેની સગાઈ થઈ હતી તે કેનેડા જવા કરોડો રૂપિયા ભેગા કરવા દબાણ કરતી હતી. એટલું જ નહીં જો રૂપિયા ભેગા ન થાય તો તે વારંવાર સગાઈ તોડવાની ધમકી પણ આપતી.
મૃતકના પરિવારનો આક્ષેપ છે કે, જ્યારથી સગાઇ થઇ ત્યારથી જ યુવતીએ અલગ અલગ માંગણીઓ શરૂ કરી હતી. જેમાં પહેલા આઈફોનની માંગણી કરી હતી, તો મૃતક લખને આઇફોન લઈ આવ્યો હતો. ત્યારબાદ મંગેતરને લેહ-લદાખ ફરવા માટે જવું હતું, તો એક લાખ રોકડની માંગણી કરી હતી. મૃતક યુવક લખને એક લાખ રૂપિયા આપ્યાનો આક્ષેપ પરિવાર કરી રહ્યો છે. ત્યારબાદ યુવતીએ વ્હાઈટ ગોલ્ડ સેટ અને ડાયમંડના સેટની પણ માંગણી કરતી હતી.
આ તમામ ઘટના અંગે મૃતકના પરિવારે પોલીસને જાણ કરી છે અને ચેટ તથા ઓડિયો રેકોર્ડિંગ પણ આપ્યા છે. હાલ મૃતકના પરિવારની રજૂઆત અને પરિવારે આપેલા પુરાવાને આધારે યુવતી સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
